ગુજરાત

ફ્લેટમાં ઘૂસી ઇન્સ્ટા.ફ્રેન્ડની સગીરા સાથે બીભત્સ હરકતો

Published

on

સગીરા ધો.9મું ભણતી ત્યારે પાટડી આશ્રમમાં રહેતા 22 વર્ષના શખ્સે સોશિયલ મીડિયામાં ફસાવી હતી

માતા-પિતા ઘરે ન હોય ઢગો સગીરાના ઘરે ધસી ગયો, સગીરાના માતા આવી જતા અર્ધનગ્ન હાલતમાં પોલીસને સોંપ્યો

રાજકોટમાં એક દંપતિની ધોરણ-10માં ભણતી 14 વર્ષની દિકરીને સોશિયલ મીડિયા થકી સુરેન્દ્રનગરના પાટડી ગામે આશ્રમમાં રહેતાં 22 વર્ષના શખ્સે ગઇકાલે બપોરે માતા-પિતા હાજર ન હોઇ ફ્લેટમાં ઘુસી જઇ બાળા સાથે ખરાબ હરકતો કરી લેતાં તે વખતે જ બાળાની માતા બહારથી ઘરે આવી જતાં આ શખ્સ રંગેહાથ ઝડપાઇ ગયો હતો.તેને અર્ધનગ્ન હાલતમાં રહેવાસીઓએ બેસાડી રાખી પોલીસને જાણ કરી સોંપી દેવામાં આવ્યો હતો.પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી હાલ સુરેન્દ્રનગર પાટડીના પીપળીધામ ગામે રહેતાં મુળ ગાંધીનગર માણસાના વાઘેલાવાસના મહાવીરસિંહ ઉર્ફ હકો ભુપેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.22) વિરૂૂધ્ધ બીએનએસની કલમ 75 (2) તથા પોક્સો હેઠળ જાતીય સતામણીનો ગુનો નોંધી તેને દબોચી લીધો છે.


ફરિયાદમાં આક્ષેપો સાથે જણાવ્યું છે કે,આજથી પાંચેક મહિના પહેલા હું મારા બાળકોને લઇ સુરેન્દ્રનગરના પાટડી ગામે દર્શન કરવા ગઇ હતી ત્યારે અમે ત્રણેય ત્યાં પંદરેક દિવસ રોકાયા હતાં. મારી દિકરી ઇન્સ્ટાગ્રામમાં આશ્રમ ખાતે કામ કરતાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા સાથે સંપર્કમાં આવી હતી.બાદમાં બંને મેસેજમાં વાત કરતા હતાં.મને આ વાતની જાણ થતાં મેં મારા મોબાઇલમાંથી ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન ડીલીટ કરી નાખી હતી. તેમજ મારી દિકરીને ફોન આપવાનું બંધ કરી દીધુ હતું.પણ દિકરી ભણતી હોઇ તેને હોમવર્ક મોબાઇલ ફોનમાં આવતું હોઇ એક ફરી ફોન આપ્યો હતો.


દરમિયાન ગઈકાલે 21મીએ બપોરે પોણા બારેક વાગ્યે હું રસોઇ બનાવીને પતિના નાસ્તાના સ્ટોલ પર ગઇ હતી.એ વખતે દિકરી ઘરે એકલી હતી.બપોરે સાડા ત્રણેક વાગ્યે હું ઘરે આવી ત્યારે દરવાજો ખુલ્લો હોઇ ઘરમાં જતાં મારી દિકરી બેડરૂૂમમાંથી ઉભી થઇ સામે આવી હતી.અંદર રૂૂમમાં બીજુ પણ કોઇ હોવાની શંકા જતાં મેં દિકરીને પુછતાં તેણે કોઇ નથી એવું કહ્યું હતું.પણ મેં અંદર જઇને જોતાં રૂૂમમાં મહાવીરસિંહ ઉર્ફ હકો વાઘેલા બેડરૂૂમના બાથરૂૂમમાં છુપાયેલો મળ્યો હતો.તેને બહાર કાઢતાં તે અર્ધનગ્ન હાલતમાં હતો.

પછી મેં પતિને ફોન કરી બોલાવ્યા હતાં.તેણે મહાવીરસિંહને ઠપકો આપ્યો અને તે ફરી તેના ધંધાના સ્થળે જતા રહ્યા હતાં.જ્યાં મારો દિકરો એકલો હતો.પતિએ પોલીસને ફોન કરવાનું કહેતાં મહાવીરસિંહ ઉર્ફ હકાને ઘર બહાર જ અર્ધનગ્ન હાલતમાં બેસાડી રાખ્યો હતો. તેમજ મારા પતિએ મને અને દિકરીને ધંધાના સ્થળે ચોકડીએ આવવાનું કહેતાં મહાવીરસિંહ જતો ન રહે તે માટે તેનું બેગ અમે સાથે લઇ લીધુ હતું.અમે રેકંડીનો સામાન પેક કરી પરત ઘરે આવ્યા ત્યારે માણસો ભેગા થઇ ગયા હતાં.મહાવીરસિંહ ઉર્ફ હકાનો થેલો ચેક કરતાં તેમાંથી કોન્ડોમનું સીલપેક પેકેટ અને છરી મળી આવ્યા હતાં.


આ પછી અમે દિકરીને પુછતાં તેણીએ કહેલુ કે હું મહાવીરસિંહ ઉર્ફ હકાને નવમા ધોરણમાં ભણતી ત્યારથી સોશિયલ મિડીયા સ્નેપચેટ થકી ઓળખુ છું અને અમે ત્યારથી વાતો કરીએ છીએ.21મીએ તેણે પોતે રાજકોટ આવ્યાનું અને મળવાની વાત કરતાં તે બપોરે ઘરે આવ્યો હતો.હું સોફા પર બેઠી હતી ત્યારે તેણે મારી બાજુમાં આવી મને કિસ કરી બાથ ભીડી લીધી હતી અને અડપલા કરી લીધા હતાં. મને બીક લાગતાં કપડા પહેરી લીધા હતાં અને બેડરૂૂમમાં જતી રહી હતી.મહિલાએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે સગીર દિકરીને લલચાવી બદ ઇરાદે જાળમાં ફસાવી હોઇ અને ઘરે આવી જાતીય સતામણી કરી બિભત્સ હરકતો કરી હોવાથી ફરિયાદ કરી હતી.પીઆઇ કે. જે. કરપડાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. વારોતરીયાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version