Site icon Gujarat Mirror

વોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણ

એક કલાકમાં રીપેરિંગ પૂર્ણ, વિતરણ વ્યવસ્થા ન ખોરવતા હાશકારો

વોર્ડ નંબર 11 માં મોટા મહુવા વિસ્તારમાં ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમ મેન લાઇન લીકેજ થવાની જાણ થતા તાત્કાલિક મેન લાઇન બંધ કરાવી રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ આ લીકેજ થવાથી તિરુમાલા સોસાયટી નું પાણી વિતરણ બંધ રાખવામાં આવેલ તેમજ બાકીના વિસ્તાર જેમ કે આંગન ગ્રીન સિટી રુદ્રા હેરીટેજ શ્રીનાથ પાર્ક તેમજ લાગુ વિસ્તારમાં પાણી વિતરણ શરૂૂ કરવામાં આવેલ હતું અને આ લાઈન અંદાજે એક કલાકમાં રીપેર થઈ જતાં બાકી રહી ગયેલ તિરુમાલા સોસાયટીમાં પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. તાત્કાલીક રિપેરીંગથતાં અંદાજે 40થી વધુ સોસાયટીઓમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા રહી ગયેલ અને સમયસર લોકોને પાણી મળતા તંત્રએ હાશકારો લીધો હતો.

Exit mobile version