Site icon Gujarat Mirror

બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ

બગસરામાં આજ કાલ શેરીએ ગલીયે દેશી દારૂૂ વેચાઈ રહેલ છે.જેના લીધે હવે પ્યાસીઓને દીવ જવાની જરૂૂર નથી શહેરમાં ઠેક ઠેકાણે દેશી દારૂૂનું ધૂમ વેચાણ ચાલી રહેલ છે.બુટલેગરો દ્વારા સરકારી જમીનોમાં પોતાનું દબાણ કરીને પાનના ગલ્લાની આડમાં બાર જેવો માહોલ ઉભો કરી નાખેલો છે. જયારે સરકારી તંત્ર તેમજ પોલીસના આંખ આડા કાન કરી હપ્તો લેવામાં મશગુલ થઇ ગઈ છે. હાલમાં આવી રહેલ તહેવાર જેવા કે મહાશિવરાત્રીની જોર શોરથી તૈયારી ચાલી રહેલ છે જ્યારે એક તરફ બુટલેગર બાબુઓ બેખોફ બનીને દેશી દારૂૂ બેફામ રીતે વેચાણ કરી રહેલ છે.

બગસરામાં શેરી નાકે દેશી દારૂૂના હાટડા ચાલી રહેલ છે. તો શું પોલિસ આ વેચાણથી અજાણ છે કે પછી બૂટલેગરો દ્વારા હપ્તો પહોંચતો કરવામાં આવે છે તેવી લોકોમાં ચર્ચા સાથે સવાલો ઊઠી રહી છે? જ્યારે બગસરામાં અમરપરા, પાળા પાસે , બગસરા રેલવે સ્ટેશન ઉપર , હુડકો વિસ્તાર , અમરેલી રોડ , જેવા અનેક સ્થળો પર બેફામ રીતે દેશી દારૂૂનું વેચાણ જોર શોરથી ચાલી રહેલ છે તેટલુંજ નહિ પરંતુ બુટલેગરો દ્વારા પાનના ગલ્લાની આડમાં. ઇંગલિશ તથા દેશી દારૂૂના અડ્ડા તેમજ બાર બનાવી દીધા છે. ત્યારે અહીથી પસાર થતા રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે.

આવા બૂટલેગરો દ્વારા બેફામ રીતે વેચાણ કરવામાં આવે છે ત્યારે દેશી દારૂૂના પ્યાશીઓ દ્વારા આવો દારૂૂ પીધા પછી બેખોફ બની જાય છે અને રાહદારીઓને પરેશાન કરી રહ્યા છે. તેટલુંજ નહિ પરંતુ ઠેક ઠેકાણે લોકો નશામાં ધુત થઇ રોડ ઉપર સુતેલા પણ જોવા મળી રહેલ છે તેમ છતાં પોલીસ આંખ આડા કાન કરી ચાલે તેમ ચાલવા દઈ રહેલ છે.જેના લીધે આવા લોકોને પોલિસનો ડર જ નથી કે પછી પોલિશની મીઠી નજર છે તેવા વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યાં છે. આવા લોકો ઉપર પોલિશ ક્યારે તવાઈ મચાવશે કે પછી હપ્તા લેવામાં સપુરી પોલિસ આવા લોકો ઉપર રહેમ નજર હેઠળ આવરી લેવામાં આવશે તેવા પણ લોકોમાં સવાલો ઉઠી રહ્યાં છે.

Exit mobile version