ક્રાઇમ
બૂટલેગરની પુત્રીનું દારૂ સપ્લાયનું નવું નેટવર્ક, પાણીની બોટલમાં 200 એમએલ દારૂનો વેપલો
શહેરના આંબેડકર નગરમાં નામચીન બુટલેગરની રિસામણે આવેલી પુત્રીએ દારૂનો નવતર કિમીયો અજમાવી વેપલો શરૂ કર્યો હોય જેની બાતમી પીસીબીને મળતા પીસીબીની ટીમે દરોડો પાડી દારૂની 6 મોટી બોટલ તેમજ પ્લાસ્ટિકની પાણીની બોટલમાં 200 એમએનલની દારૂ ભરેલી 19 બોટલ કબ્જે કરી હતી. મોટાભાગે બુટલેગરો 750 એમએલ કે, 180 એમએલની બોટલ વહેંચતા હોય છે. પરંતુ બુટલેગરની પુત્રીએ પ્યાસીઓને જરૂર મુજબ નાની બોટલોમાં દારૂ સપ્લાયનું નેટવર્ક શરૂ કર્યુ હતું.
પીસીબીના પીએસઆઈ એમ.જે. હુણની ટીમના વાલજીભાઈ જાડાને મળેલી બાતમીના આધારે આંબેડકનર નગર શેરી નં. 5 માં એસટી વર્કશોપ પાછળ રહેતી કાજલબેન જિતેન્દ્રભાઈ મુછડિયાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. નામચીન બુટલેગર વિઠ્ઠલની પુત્રી કાજલ હાલ રિસામણે આવી હોય અને તેણે પોતાના પિતાના પગલે પગલે જ દારૂનો વેપલો શરૂ કર્યો હતો. પરંતુ અન્ય બુટલેગરો કરતા અલગ નોટવર્કથી દારૂનો વેપલો કાજલે શરૂ કર્યો હતો. કાજલે પ્યાસીઓ માટે પ્લાસ્ટિકની 200 એમએલની પાણીની બોટલમાં દારૂ ભરીને વહેંચવાનું શરૂ કર્યુ હતું. પોલીસ દરોડા વખતે આવી નાની 19 બોટલમાં દારૂનો જથ્થો તેમજ 750 એમએલની મોટી 16 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આ દારૂમાં મીલાવટ થતી હતી કે કેમ તે બાબતે પણ તપાસ શરૂ કરી છે. પ્યાસીઓ માટે નાની 200 એમએલની બોટલમાં જરૂરિયાત મુજબનો દારૂ વહેંચતી હતી.
પીસીબીનીટીમે અન્ય પાડેલા દરોડામાં થોરાળા પોલીસ મથક વિસ્તારમાંથી દેશીદારૂની ભઠ્ઠી જડપી પાડી હતી. આ ભઠ્ઠી ચલાવતી મહિલા બુટલેગર દિવાળીબેન જતીનભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. કુબલિયાપરાની દિવાળીબેનને ત્યાંથી રૂા. 20000ની કિંમતનો 800 લિટર આથો અને 75 લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અન્ય દરોડામાં માલવિયાનગર પોલીસે મવડી પ્લોટ આનંદ બંગલા ચોકમાંથી જયદિપસિંહ ઉર્ફે રમજુભા સજુભા જાડેજા અને ભરત રમેશ ડાભીને મોટરસાયકલ નં. જીજે 3 એચએફ 5775માં 180 એમએલના 23 ચપલા સાથે ઝડપી લીધા હતાં.