ક્રાઇમ
ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી 116 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બૂટલેગર ઝડપાયો
પીસીબીની ટીમનો બાતમીના આધારે દરોડો, રૂા. 3.48 લાખનો મુદ્દામાલ કબજે
દારૂ-જૂગારની પ્રવૃતિ બંધ કરવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ના સિધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમે ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પાસેથી 116 બોટલ દારૂ ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપીલીધો હતો. પીસીબીએ દારૂ સહિત રૂા. 3.48 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી દારૂ-જૂગારની પ્રવૃતિ ઉપર પીસીબીની ટીમ ધોસ બોલાવી રહી છે. ત્યારે ઈન્ચાર્જ પીઆઈ એમ.આર. ગોંડલિયાના માર્ગ દર્શન હેઠળ પીએસઆઈ એમ.જે. હુણ અને તેમની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી જામનગર રોડથી ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ તરફ જતાં રોડ ઉફર રત્નમ બંગલો પાસે મારૂતિ સ્વીફ્ટ કાર નંબર જીજે 3 એચકે 2973ને અટકાવી હતી.
આ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની 116 બોટલ દારૂ મળી આવ્યો હતો. 68 હજારનો દારૂ તથા 98 હજારના દારૂ તેમજ કાર સહિત રૂા. 3.48 લાખના મુદ્દામાલ સાથે વર્ધમાન નગર ઓરમ કસ્તુરી એપાર્ટમેન્ટ એ-વીંગ 10માં માળે ફ્લેટ નં. 1002માં રહેતા અક્ષય ઉર્ફે મુનો દિલીપ પંડ્યાની ધરપકડ કરી હતી. આ દારૂ તે ક્યાંથી લાવ્યો તે પુછપરછ શરૂ કરવામાં આવી છે.
પીસીબીના પીએસઆઈ એમ.જે. હુણ સાથે સ્ટાફના મયુરભાઈ પલારિયા, કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારુ, ઘનશ્યામસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, ગિરીરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.