Site icon Gujarat Mirror

સરદારનગર પાસેથી 91 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ

પીસીબીની ટીમને મળેલી બાતમીના આધારે દરોડામાં રૂા.3.91 લાખાનો મુદ્દામાલ ક્બ્જે

શહેરના સરદારનગર મેઇન રોડ ઉપર ભુર્ગભ ગટર ઓફીસ વાળી શેરીમાં વેન્ટો કારમાંથી 91 હજારની 70 બોટલ ઇંગ્લીશ દારૂૂના જથ્થા સાથે બુટલેગરને પી.સી.બી.ની ટીમે ઝડપી પાડી રૂૂ.3.91 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીને શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ ઉપર અંકુશ લગાવવા માટે કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પી.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડકોન્સ્ટેબલ કરણભાઇ મારૂૂ તથા રાહુલગીરી ગૌસ્વામીને મળેલ સયુંકત બાતમીને આધારે સરદારનગર મેઇન રોડ, ભુર્ગભ ગટર ઓફીસ વાળી શેરીમાથી રોડ ઉપરથી ફોકસવેગન વેન્ટો કાર નંબર જીજે-14-એએ-6800ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂૂ.91000ની 70 બોટલ દારુ મળી આવ્યો હોય આ દારૂૂ સાથે મવડી પંતજલી સ્કુલ પાસે આશોપાલવ સોસાયટી શેરી નં.1માં રહેતા ડ્રાઇવીંગ કરતા રાજ અનીલભાઇ સગપરીયાની ધરપકડ કરી રૂૂ.3.91 લાખ નો મુદામાલ કબજે કર્યો હતો.

પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ,પીએસઆઈ પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

 

Exit mobile version