આણંદના સાંસેજ ગામમાં ચૂંટણી દરમિયાન બુથ કર્મચારીનું અચાનક હાર્ટએટેકથી મોત, પરિવારમાં શોક

  આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. મતદાન વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે.મતદાનની પ્રક્રિયા દરમિયાન ફરજ પર રહેલા એક કર્મચારીનું…

 

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. મતદાન વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે.મતદાનની પ્રક્રિયા દરમિયાન ફરજ પર રહેલા એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે. જેના કારણે વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી છે.

માહિતી અનુસાર આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંસેજ ગામમાં મતદાન દરમિયાન ફરજ પર રહેલા એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું છે. સાંસેજ ગામના બુથ નંબર-1 પર અમિત સોલંકી ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી. તેઓ બેભાન થયા હતા. ત્યાર્બાસ તેમેણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ તરફ હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.