રાજકોટ-બરૌની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું ટિકિટોનું બુકિંગ આજથી શરૂ

દર ગુરુવારે સાંજે 5 કલાકે પ્લેટફોર્મ પરથી કરશે પ્રસ્થાન પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક…

દર ગુરુવારે સાંજે 5 કલાકે પ્લેટફોર્મ પરથી કરશે પ્રસ્થાન

પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ 05 નવેમ્બર 2026 થી 26 નવેમ્બર 2026 સુધી દર ગુરુવારે રાજકોટથી 17.00 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 09.15 કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ 07 નવેમ્બર 2026 થી 28 નવેમ્બર 2026 સુધી દર શનિવારે બરૌનીથી 22.00 કલાકે પ્રસ્થાન કરશે અને ત્રીજા દિવસે 14.30 કલાકે રાજકોટ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પ્રયાગ જંક્શન, ફૂલપુર, જંઘઈ, જૌનપુર, ઔડિહાર, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સેક્ધડ સ્લીપર અને અનરિઝર્વ્ડ એટલે કે જનરલ શ્રેણીના કોચ રહેશે. ટ્રેન નંબર 09569 નું બુકિંગ 4 નવેમ્બર, 2026 થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry. indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.