ગુજરાત

કોપરના બોગસ બિલિંગ, રાજકોટના શખ્સ દ્વારા 186 કરોડનું કૌભાંડ

Published

on


રાજ્યમાં કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓ પર એસજીએસટીએ દરોડા પાડ્યા છે. સુરત, રાજકોટ, ભરૂૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 186 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.


ગુજરાતમાં કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓ પર એસજીએસટીએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. જેમાં સુરત, રાજકોટ, ભરૂૂચ, વાપી, ભાવનગર અને જુનાગઢમાં પણ દરોડા પાડ્યા છે. કોપર કંપનીઓ પર એસજીએસટીના દરોડા દરમિયાન 186 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ સામે આવ્યું છે. આરોપીઓએ બોગસ ખરીદીઓને આધારે 34 કરોડથી વધુની ખોટી વેરાશાખ મેળવી હતી. કોપરના વ્યવસાય સાથે સંડોવાયેલા રાજકોટના પ્રગ્નેશ મનહરભાઇ કંતારીયાની ધરપકડ કરવામાં આવી છે.


હાલ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ પર સર્ચ ચાલી રહ્યું હતું. કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓએ બોગસ ખરીદી કરી સરકારને 34 કરોડનો ચૂનો ચોપડ્યો છે. 34 કરોડથી વધુની ખોટી વેરાશાખ મેળવી હતી. સમગ્ર મામલે રાજકોટના પ્રગ્નેશ કંતારીયાની ઘરપકડ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી ઇન્ફિનિટી બેઝિમ સહિતની 14 કંપનીઓ પર સર્ચ ચાલી રહ્યું છે. સર્ચના અંતે કરચોરી સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version