રેલવે પ્લેટફોર્મ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર -2 ઉપરથી આજે સવારે 60 વર્ષની વયના કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. કુદરતી બીમારીને કારણે મૃત્યુ…

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર -2 ઉપરથી આજે સવારે 60 વર્ષની વયના કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. કુદરતી બીમારીને કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. રેલ્વે પોલીસને આવઅંગેની માહિતી મળતાં જામનગરના રેલવે પોલીસની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે, અને મૃતક ની ઓળખ કરવા માટે મૃતદેહ ને જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે. જે મૃતદેહ ના કોઈ વાલી વારસદાર હોય તો જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર રેલવે પોલીસનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.