આજી ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો: નાહવા પડતા ડૂબી ગયાની શંકા

ભાવનગર હાઇવે પર રવિવારી નજીક આજીડેમના પાણીમાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર કાઢી…

ભાવનગર હાઇવે પર રવિવારી નજીક આજીડેમના પાણીમાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર કાઢી જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. મૃતક ન્હાવા માટે પડ્યો હોય અને ડૂબી ગયાની શંકા સેવાઇ રહી છે.

જાણવા મળતી વિગત મુજબ રવિવારી ગ્રાઉન્ડ પાસે પાળીની પાછળના ભાગે આજીડેમના પાણીમાંથી અજાણયા યુવાન (ઉ.વ.આશરે 30)નો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એસ.એલ.ગોહીલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબો દ્વારા બે દિવસ પહેલા મોત થયાનુ જણાવ્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ન્હાવા પડ્યો હોય અને ડૂબી ગયાની શંકા સેવાઇ રહી છે. આ અંગે પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. જો કોઇ વાલી વારસ હોય તો આજીડેમ પોલીસ મથકનો 74338 14808 અથવા પીએસઆઇ એસ.એલ.ગોહીલ 94262 45581 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.