ગુજરાત
રાજકોટના આધેડનો માટેલના માટેલિયા ધરામાંથી મૃતદેહ મળ્યો
વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલ માટેલ ધરામાં સવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. હાલ મૃતદેહને હોસ્પિટલમાં ખસેડી પીએમની કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ આ યુવક પાસેથી આધાર કાર્ડ મળી આવતા રાજકોટનો હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ વ્યક્તિ ગુમસુધા હોવાનું બહાર આવ્યું છે.
મૃતક યુવકનું નામ રાજેશભાઈ ભીમજીભાઈ પાનસુરીયા જાતે પટેલ ઉંમર વર્ષ 48 તેમજ તારીખ 01.12.2024 રવિવારના રોજ ન્યૂ સુભાષ-2 પટેલ સ્ટેશનરીની સામે આવેલ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય તે બાબતે પરિવારજનો દ્વારા જાહેરાત કરી હતી કે આ વ્યક્તિ બાબતે કોઈને ભાળ મળે તો મો. નંબર 79841 69855 અથવા ભક્તિનગર પોલીસ સ્ટેશન પર સંપર્ક કરશો. યુવક દ્વારા ક્યાં કારણસર આવું અંતિમ પગલું ભરી લીધું છે તે બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.