ક્રાઇમ
ભાવનગરના તળાજા નજીકથી ઉંચડીના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
પગમાં ફ્રેકચર હતું, મોતનું સાચું કારણ જાણવા ફોરન્સિક પોસ્ટમોર્ટમ કરાયું
ભાવનગર જિલ્લાના તળાજા થી શોભાવડ તરફ જતા નેશનલ હાઇવેના પુલ પાસે એક યુવકની લાશ પડી હોવાની માતમીના આધારે પોલીસ સ્થળપર દોડી ગઈ હતી.લાશનો કબ્જો મેળવી મોતનું કારણ જાણવા પી.એમ ને એફ.એસ.એલ દ્વારા તપાસ ની કાર્યવાહી કરી છે.મૃતક ઉંચડી ગામનો હોવાનું ખુલવા પામ્યું છે. શંકા કુશંકા ઉપજાવતા બનાવ ને લઈ તળાજા ટાઉન જમાદાર ધર્મેન્દ્રસિંહ વાળા એ જણાવ્યું હતુંકે મૃતક ઉંચડી ગામનો રહેવાસી છે.
માનદાસ નારણદાસ (ઉ.વ.આ.30)નો હોવાનું અને તેની બોડી પાસે લોહીના ડાઘા મળી આવ્યા હતા.જેને કારણે શંકા સ્પદ મોત જણાતા ફોરેન્સિક ટીમ ની તપાસના કામે મદદ લેવાઈ હતી.નઝરે જોવા પરથી પગમાં ફેક્ચર અને ત્યાંથીજ લોહી નીકળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. મોત નું સાચું કારણ જાણવા માટે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે લઈ જવામાં આવેલ. મૃતક આ વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતો હોવાનું જાણવા મળેલ છે.