ગુરુવારથી શરૂ થતી ટેસ્ટ સિરિઝ પહેલા ન્યૂઝિલેન્ડને ઝટકો, મિશેલ સેન્ટર બહાર

ટેસ્ટ સીરિઝ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર ઈજાને કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. સેન્ટનરને પાંચમી વનડેમાં જમણા હાથમાં ઈજા…

ટેસ્ટ સીરિઝ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર ઈજાને કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. સેન્ટનરને પાંચમી વનડેમાં જમણા હાથમાં ઈજા થઈ હતી, જેમાંથી તે હજુ સુધી સ્વસ્થ થયો નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચની સીરિઝ 19 નવેમ્બરથી શરૂૂ થઈ રહી છે. તેના સ્થાને ડીન ફોક્સક્રોફ્ટની જાહેરાત કરવામાં આવી છે.

આજે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે મિશેલ સેન્ટનર જમણા હાથની ઈજાને કારણે ટેસ્ટ સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે નહીં. પાંચમી વનડેમાં અર્શદીપ સિંહનો બાઉન્સર સેન્ટનરના જમણા હાથમાં વાગ્યો હતો. સ્કેનથી સેન્ટનરના હાથમાં ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું છે. 9 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂૂ થનારી ટેસ્ટ સીરિઝમાં સેન્ટનર રમશે કે નહીં તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.

ડીન ફોક્સક્રોફ્ટ ટેસ્ટ સીરિઝ માટે તેના સ્થાને હશે. ફોક્સક્રોફ્ટે આ વર્ષની શરૂૂઆતમાં આયરલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જેમાં એક ઇનિંગમાં 98 રન બનાવ્યા હતા. ફોક્સક્રોફ્ટે ભારત સામેની વનડે સીરિઝમાં બે મેચ રમી હતી, જેમાં તેણે ફક્ત 39 રન બનાવ્યા હતા. ફોક્સક્રોફ્ટ જમણા હાથનો બેટ્સમેન અને ઓલરાઉન્ડર છે. તે તાજેતરમાં ઈન્ડિયા-એ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ- અની બિનસત્તાવાર ટેસ્ટ સીરિઝમાં પણ રમ્યો હતો. તે સીરિઝમાં તેણે પાંચ ઇનિંગ્સમાં 196 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે ફક્ત એક વિકેટ લીધી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ સીરિઝ 19 નવેમ્બરથી શરૂૂ થાય છે. પ્રથમ ટેસ્ટ વેલિંગ્ટનમાં અને બીજી 27 નવેમ્બરે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

ન્યૂઝીલેન્ડની અપડેટેડ ટીમ ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાઈલ જેમિસન, ડેરિલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ડીન ફોક્સક્રોફ્ટ, નાથન સ્મિથ, બ્લેર ટિકનર, વિલ યંગ