રાષ્ટ્રીય
MPના જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, બેનાં મોત, 10થી કર્મચારીઓ ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના જબલપુરના ખમરિયામાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જયારે 2ના મોત થયાં છે. ઘટનાસ્થળે ફેક્ટરીના કર્મચારીઓ દ્વારા બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. આગ ઓલવવામાં આવી રહી છે. ફેક્ટરી મેનેજમેન્ટે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ફેક્ટરી વિસ્તારના F6 વિભાગમાં હવાઈ બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે એક ફેક્ટરીની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જબલપુરની આ ઓર્ડિનન્સ ફેક્ટરી ભારત સરકાર દ્વારા સંચાલિત છે. આ ફેક્ટરીમાં સેના માટે હથિયાર અને બોમ્બ બનાવવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલના બર્ન યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે.
છે
કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ અકસ્માતમાં ઘાયલ નવ લોકોમાંથી બેની હાલત અત્યંત ગંભીર છે. એક કર્મચારી હજુ પણ ગુમ છે, જે બિલ્ડિંગને નુકસાન થવાને કારણે કાટમાળ નીચે દટાઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા જ ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.
જો કે આ દુર્ઘટના અંગે ફેક્ટરીના કોઈપણ અધિકારી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, જે જગ્યાએ વિસ્ફોટ થયો હતો ત્યાં ઉચ્ચ સુરક્ષા છે. કોઈપણ બહારના વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ દુર્ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે હજુ સામે આવ્યું નથી . ફેક્ટરી મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી ઘાયલોના સંબંધીઓને મોકલી દેવામાં આવી છે.