શહેર ભાજપ અને પોલીસની આબરૂ ઉપર બટ્ટો લગાવવાનો પ્રયાસ
સભા સ્થળ નજીક જ બહુમાળી ભવન પાસે લગાડેલા પોસ્ટર ઉપર શાહી લગાડવા પાછળ કોઈ ટીખળી તત્વનું કારસ્તાન કે જાણી જોઇને કરેલુ કૃત્ય? પ્ર.નગર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં લાગી, સાંજ સુધીમાં ગુનો નોંધાય તેવી શકયતા
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આજે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે બેનરો લગાવવામાં આવ્યાં છે. રેસકોર્સ ખાતે જાહેર સભા યોજાનાર છે ત્યારે રેસકોર્સ સભા સ્થળ નજીક બહુમાળી ચોક લ્ગવ્વમાં આવેલ એક બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો પર કોઈ અજાણ્યા શખસે કાળી શાહી લગાડી મોઢું કાળુ કરતા ભારે ચકચાર જાગી છે.બનાવ અંગે શહેર ભાજપના આગેવાનોને જાણ થતા આ બાબત ધ્યાનમાં આવતાં મહાનગરપાલિકા દ્વારા તાત્કાલ પોસ્ટર હટાવી લેવામાં આવ્યું હતું. આ બનાવ પાછળ કોઈ ટીખળ તત્વનું કારસ્તાન કે પછી જાણી જોઇને આ કૃત્ય કરવામાં આવ્યું તેને લઇ રાજકારણ ગરમાયું છે. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે ત્યારે આવી ઘટના બનતા શહેર ભાજપ અને પોલીસની આબરૂૂ ઉપર બટ્ટો લાગ્યો છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાથી ક્રાઈમ બ્રાંચ અને પ્રદ્યુમ્નનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.
મળતી વિગત મુજબ આજે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ સુધી તેમના સ્વાગત માટેના વિશાળ બેનરો લગાવવામાં આવ્યાં છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખને આવકાર આપવા માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને એમાં 20 હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહે એવી શકયતા સેવાઈ રહી છે. સૌપ્રથમ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવી રહ્યા છે તે પૂર્વ શહેર ભાજપની આબરૂૂને લાંછન લાગી તેવું કૃત્ય કોઈ એ કરતા રાજકારણ ગરમાયું છે. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રેસકોર્સ ખાતે કાર્યકર્તાઓનું સંબોધન કરવાના છે. ત્યારે સભા સ્થળથી થોડે દુર બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટામાં મોઢા ઉપર અજાણ્યા શખ્સોએ કાળી શાહી લગાવી છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે.
બહુમાળી ચોક નજીક જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે લગાવાયેલા બેનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પર કાળી શાહી લગાડવામાં આવી હોવવી વાત શહેર ભાજપના આગેવાનોને થતા આ બાબત ધ્યાન પર આવતા જ મનપાની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બેનરને દૂર કરી દીધું હતું.
બીજી તરફ આ મામલે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ આ કૃત્ય કરનારને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવ તાત્કાલિક તપાસ કરવા સુચના આપી છે. જેને ક્રાઈમ બ્રાંચ અને પ્રદ્યુમ્નનગર પોલીસની ટીમો કામે લાગી છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન પીઆઇ વી.આર. વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં તત્કાલ અસરથી આ બોર્ડ જે-તે જવાબદાર વ્યક્તિ દ્વારા હટાવડાવી દેવામાં આવ્યું છે. કોઈ ફરિયાદ મળી નથી. જો આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવશે તો ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.હાલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂૂ કરવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે અને તેમના સત્કાર માટે રાજકોટ શહેર જિલ્લાના નેતાઓ અને કાર્યકરો તડામાર તૈયારી કરી છે તે પૂર્વે પોસ્ટરમાં વડાપ્રધાનના ફોટા ઉપર કાળી શાહી લગાડવા પાછળનું ઈરાદો શું ? અને આ કૃત્ય કોઈ ટીખળ તત્વ દ્વારા કરવામાં આવ્યું કે પછી જાની જોઇને કોઈએ આ પ્રકારનું કૃત્ય કર્યું છે એક તરફ રાજકોટ શહેર ભાજપમાં હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે અને આંતરિક ખેચતાણમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના આગમન પૂર્વે આવું કૃત્ય કોના દોરી સંચારથી કરવામાં આવ્યું તે મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

