ભાવનગરમાં ભાજપનો ગઢ 30 વર્ષે પણ અકબંધ

ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા બન્યું છે .ભાજપને 52 માંથી 44 બેઠકોમાં જીત મેળવી છે. કોંગ્રેસનો માત્ર આઠ…

ભાવનગરમાં ભાજપનો કેસરિયો ફરી લહેરાયો છે. સતત સાતમી ટર્મ માટે ભાજપ વિજેતા બન્યું છે .ભાજપને 52 માંથી 44 બેઠકોમાં જીત મેળવી છે. કોંગ્રેસનો માત્ર આઠ બેઠકો પર વિજય થયો છે. ભવ્ય વિજય બાદ ભાજપ છાવણીમાં હર્ષની લાગણી ફેલાઈ જવાય પામી છે જ્યારે કોંગ્રેસમાં સોપો પડી ગયો છે.

13 વોર્ડ ની 52 બેઠકો ઉમેદવારો માટે પ્રથમ બેલેટ પેપર ની મત ગણતરી હાથ ધરાઈ હતી. ભાવનગર મહાનગરપાલિકા ની વોર્ડ નંબર એક ચિત્રા ફુલસર માં ભાજપના ઉમેદવારો ઉપેન્દ્રસિંહ ચુડાસમા, હીરાબેન કુકડીયા, નિરલ બેન સિધ્ધપુરા અને સંજયભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર માં ભાજપના રેખાબેન બારીયા, બિંદુબેન પરમાર, નરેશભાઈ મકવાણા, સંજય કુમાર બારીયા વોર્ડ નંબર 10 કાળિયાબીડ સીદસર માં ફરી ભાજપનો વિજય થયો છે. નમ્રતાબેન મકવાણા , વર્ષાબા પરમાર, જય કિસાન સાવલિયા, ભાર્ગવભાઈ ભટ્ટ જંગી બહુમતીથી વિજેતા થયા છે. વોર્ડ નંબર 8 વડવા અ માં ભાજપના ઉમેદવારો રાજુભાઈ રાબડીયા, પરેશભાઈ રાઠોડ, નીતાબેન ચાંદલીયા, વૈશાલીબેન કનાડિયા વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 11 દક્ષિણ સરદાર નગર અધેવાડા માં પણ ભાજપ ના ભાવનાબેન ત્રિવેદી મિતલબેન માંડલિયા મેરાભાઈ કસોટીયા અને મનીષ અડવાણી વિજેતા બન્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-5 ઉત્તરકૃષ્ણનગર-રૂૂવા ની ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોએ જવલંત સફળતા મેળવીને કુલ ચાર બેઠકો પર પોતાનો કબજો જમાવ્યો છે. જેમાં ભરતભાઇ સાજણભાઇ બુધેલીયા 11,902 મતો મેળવી વિજેતા જાહેર થયા છે, જસુબેન આનંદભાઇ બારૈયા 11,536 મતો સાથે વિજયી થયા છે, મુકેશ કેશવભાઇ ચૌહાણ 10,713 મતો મેળવીને વિજેતા બન્યા છે, શબાના અબ્દુલવાહીદ ખોખર 10,365 મતો સાથે વિજય પ્રાપ્ત કર્યો છે.

અન્ય ઉમેદવારોમાં ભાજપના ઉદયભાઇ વેણીશંકર બોરીસાગરને 7,258 મત, દિલીપભાઇ કાળુભાઇ જોગદિયાને 7,164 મત, નીતાબેન ધર્મેન્દ્રભાઇ બારૈયાને 6,808 મત, મંગુબેન મનસુખભાઇ વણોદીયાને 6,162 મત, ભાવનાબેન મનોજભાઇ ત્રિવેદીને 1,022 મત અને અપક્ષ ઉમેદવાર કમળાબેન અશોકભાઇ ચૌહાણને 872 મત મળ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન 294 મતદારોએ ’નોટા’ (ગઘઝઅ) નો ઉપયોગ કર્યો હતો, જ્યારે 25 મતો અમાન્ય જાહેર થયા હતા.