સમગ્ર ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપને 65 બેઠકો પર જીત મળી છે. જેના ભાગરૂૂપે શહેર ભાજપ દ્વારા રાજકોટના નગરજનોનો ઋણ સ્વીકાર કરવા અને ભારતીય જનતા પાર્ટીના વિજયોત્સવને વધાવવા માટે આજે સાંજે સાડા પાંચ વાગ્યે શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ગીરીરાજ પાર્ટી પ્લોટ, જુના મોરબી રોડ ખાતેથી એક વિશાળ વિજય ઉત્સવ અને ઋણ સ્વીકાર મહારેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ આ રેલી આજે રદ કરવામાં આવી છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સ્વર્ગસ્થ ચીમનભાઈ શુકલના ધર્મપત્નીનું અવસાન થયું છે.
આ દુ:ખદ પ્રસંગ ની માહિતી મળતા જ શહેર ભાજપ દ્વારા ઋણ સ્વીકારેલી રદ કરવાની જાહેરાત કરવામાં આવી. ભાજપ દ્વારા આ રેલી જુના રાજકોટ થી શરૂૂ થઈ નવા રાજકોટમાં કોણ થવાની હતી અને ખૂબ મોટો વિસ્તાર પણ રેલીમાં કવર કરવા માટેનું આયોજન કર્યું હતું. રાજમાર્ગો પર કેસરીયો લહેરાઈ સાથે 500થી વધુ ગાડીઓ અને 500 થી વધુ સ્કુટર સાથેની વિશાળ વિજયોત્સવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહારેલીનું સંપૂર્ણ આયોજન રાજકોટ શહેરના ઝોન પ્રભારી અને મહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી મહામંત્રી વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા અને યોગેન્દ્રસિંહ જાડેજાના વડ પણ હેઠળ તથા પૂર્વ શહેર અધ્યક્ષ નીતીનભાઇ ભારદ્વાજ, મુકેશભાઇ દોશી, પૂર્વ કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલ અને દેવાંગભાઈ માંકડના નેતૃત્વમાં અને દેખરેખ હેઠળ યોજવાની હતી પરંતુ હાલ સ્વર્ગસ્થ ચીમનભાઈ શુકલના ધર્મપત્નીનું અવસાન થતા ભાજપમાં શોકની લાગણી વ્યાપી છે.
