જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય, સતત સાતમી વખત સત્તા પર કબજો

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતાં પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા કબજે કરી છે. સતત સાતમી વખત ભાજપે મહાનગરપાલિકાનું સુકાન સંભાળતા શહેરના રાજકીય…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતાં પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા કબજે કરી છે. સતત સાતમી વખત ભાજપે મહાનગરપાલિકાનું સુકાન સંભાળતા શહેરના રાજકીય ઇતિહાસમાં અનોખો દાખલો સર્જ્યો છે. કુલ 16 વોર્ડ અને 64 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે 15 વોર્ડમાં પોતાની પેનલોને વિજય અપાવીને એકતરફી જનસમર્થન મેળવ્યું છે. મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ મૂકી પ્રચંડ જનમત આપતા શહેરમાં ભાજપની આંધી જોવા મળી છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે જામનગર મહાનગરપાલિકાની રચના પછી આ પ્રથમ પ્રસંગ છે જ્યારે એક જ પાર્ટીને એટલું વિશાળ અને એકતરફી જનસમર્થન મળ્યું હોય. ભાજપે અગાઉથી જ મજબૂત સંગઠન અને વ્યૂહરચનાના આધારે આ જીતનો પાયો બાંધી દીધો હતો. અને આ ભાજપની સાતમી ટર્મ છે.

1990 ની સાલમાં સર્વપ્રથમ ભાજપે 23 બેઠકો મેળવીને સત્તાના સુકાનો સંભાળવાનો પાયો નાખ્યો હતો, અને ત્યાર પછી પ્રત્યેક ચૂંટણીમાં બેઠકોનો ક્રમશ: વધારો થતો ગયો હતો, અને આ વખતની ચૂંટણીમાં ઐતિહાસિક કહી શકાય તેવી 64 માંથી 60 બેઠકો મેળવી લઈ જામનગર શહેર માટે ઇતિહાસ રચી દીધો છે.

એકમાત્ર વોર્ડ નંબર 12 (લઘુમતી વિસ્તાર)માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે-બે બેઠકો મેળવી છે. અહીં બંને પક્ષોના એક-એક ઉમેદવાર જેલમાં હોવા છતાં કાર્યકરોના સમર્થનથી વિજયી બન્યા છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે ભારે નિરાશાજનક પરિણામ આવ્યું છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસે ગત ટર્મ માં 11 જેટલી બેઠકો મેળવી હતી, પરંતુ આ વખતે પાર્ટી માત્ર બે બેઠકો સુધી સીમિત રહી છે. શહેરમાં કોંગ્રેસના કોઈ પણ મુખ્ય હિંદુ ચહેરાને જીત મળ્યા વિના પાર્ટીનો લગભગ સફાયો થયો હોવાનું સ્પષ્ટ બન્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત ખાતું ખોલવામાં સફળતા મેળવી છે, પરંતુ તેનો પ્રભાવ માત્ર બે બેઠકો સુધી જ સીમિત રહ્યો છે.

આ સમગ્ર પરિણામો દર્શાવે છે કે જામનગરના મતદાતાઓએ વિકાસ અને સ્થિરતા માટે ભાજપને ફરીથી સ્પષ્ટ જન સમર્થન આપ્યું છે. ભાજપ માટે આ જીત ઐતિહાસિક ગણાઈ રહી છે, જ્યારે વિપક્ષો માટે આત્મમંથનનો સમય આવ્યો છે.

વિજેતા ઉમેદવારો
વોર્ડ નંબર 1 જરીનાબેન હાજીભાઈ સુભણીયા, સારાબેન ઉંમર ચમડીયા, ઈસ્માઈલ માણેક (વકીલ), અમર એમ મોટી (જનકમીલ બેડી)
વોર્ડ નંબર 2 કમળાબેન આળાભાઈ મકવાણા (મકો), યોગીતાબા દિલિપસિંહ જાડેજા, રિધ્ધીશ વાસુરભાઈ ડેર, જયરાજસિંહ અનોપસિંહ જાડેજા
વોર્ડ નંબર 3 હેતલ ગીરીશભાઇ અમેથીયા, કૃષ્ણા જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઈ), રાજુ યાદવ, સુખારાઇ ગીરજાશંકર જોશી
વોર્ડ નંબર 4 નિશાબેન શૈલેન્દ્રભાઇ અશ્વાર, સોનલબા મહાવિરસિંહ રાણા, આલાભાઇ કાંધાભાઇ ભારાઇ, જીતેષ વિનોદભાઇ શીંગાળા
વોર્ડ નંબર 5 નિકિતા કેતન કોટક, નીતાબા ગુલાબસિંહ જાડેજા, મિથિલ મનુભાઈ માડમ, આસિયભાઈ મનુભાઈ જોષી
વોર્ડ નંબર 6 જશુભા અનિરૂધ્ધસિંહ ઝાલા, નિશા નરેશભાઇ ધવલ, રાજુ હમીરભાઇ કરમુર, દિપકસિંહ અવધેશસિ ચૌહાન
વોર્ડ નંબર 7 શિતલબેન અજયભાઇ વાઘેલા, જ્યોત્સનાબેન હેમંતભાઈ પાંભર, રાકેશભાઇ (મુન્નાભાઈ) બાબુભાઇ ડેર, સંજયભાઇ બચુભાઇ મુંગરા
વોર્ડ નંબર 8 તૃપ્તી સુનીલકુમાર ખેતીયા, સંગીતા અન્ન ગુઢકા, યોગેશભાઇ વીરજીભાઇ કણજારીયા, મિલન (મયુર) ચંદુલાલ સભાયા
વોર્ડ નંબર 9 ધર્મિના ગુણવંતભાઈ સોડા (બારડ), મોનિકા હેમેન્દ્રભાઈ વ્યાસ, દર્શન રાજેન્દ્રભાઈ શેઠ (રાજુ શેઠ), ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણી
વોર્ડ નંબર 10 આશાબેન નટવરભાઈ રાઠોડ, મંજુબેન નરસીહભાઈ બાંભણીયા, સંજય સી. દાઉદીયા, નિલેષ હરગોવિંદભાઈ હાડા
વોર્ડ નંબર 11 હેતલબેન દિપેશભાઈ નકુમ, નિર્મળાબેન કિશોરભાઈ વિસોરીયા, પ્રકાશ તેજાભાઈ રાઠોડ, પુર્વેશ ચન્દ્રકાન્ત પરમાર
વોર્ડ નંબર 12 જેનબ ઈબ્રાહીમભાઈ ખફી, સહારા અબ્દુલસતાર મકવાણા, અમલમ કરીમભાઈ ખીલજી, અલ્તાફ ગફારભાઈ ખફી
વોર્ડ નંબર 13 પ્રવિણાબેન જેરામભાઈ રૂૂપડિયા, બબીતા મુકેશભાઈ લાલવાણી, ધવલ પ્રભુભાઈ નાખવા, અમર ઈશ્વરભાઈ કનખરા
વોર્ડ નંબર 14 શર્મીલા જીતેન્દ્ર નંદા, મનીષ પરસોતમભાઈ કટારીયા, સુરેશ રામજીભાઈ કટારમલ
વોર્ડ નંબર 15 રમીલાબેન રવજીભાઈ કણજારીયા, હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, જયસુખભાઈ લાધાભાઇ હોલરીયા, દિપક રામજીભાઈ શ્રીમાળી
વોર્ડ નંબર 16 ખ્યાતીબેન મયુરભાઈ મુંગરા, નીતાબા ભગીરથસિંહ જાડેજા, ધનજીભાઈ નાનજીભાઈ કછટીયા, પાર્થ પરસોતમભાઈ કોટડીયા