ઉના ન.પા.માં ભાજપની ક્લિન સ્વિપ, 36 બેઠકો પર કેસરિયો

ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026માં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વમાં એકલા હાથે લડાયેલી આ ચૂંટણીમાં ભાજપે તમામ 36 બેઠક પર…

ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026માં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વમાં એકલા હાથે લડાયેલી આ ચૂંટણીમાં ભાજપે તમામ 36 બેઠક પર એકતરફી વિજય મેળવીને ‘ક્લીન સ્વીપ’ કર્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમારની સીધી દેખરેખ હેઠળ ઉના યોગા કેન્દ્ર ખાતે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂૂ થઈ હતી.વોર્ડ નં. 1: અફસાનાબેન રજાકભાઈ કાસમાણી 2881, શિવાનીબેન ભાવેશભાઈ વાજા 2486, નિહાદ યુસુફભાઈ રીંદ બ્લોચ 2679, વિનોદભાઈ મનુભાઈ બાંભણીયા 2617 મતે વિજેતા.

વોર્ડ નં. 2: ચારેય ઉમેદવાર અગાઉ બિનહરીફ જાહેર.
વોર્ડ નં. 3:* અબ્દુલ્લા ઉસ્માન શેખ 1992, મહંમદ સોહિલ રફીક કચરા 1874 મતે વિજેતા.વોર્ડ નં. 4: ધનશ્યામ મનસુખલાલ જોશી 1455, જ્યોત્સનાબેન હરેશકુમાર વેકરીયા 1384, દિલીપભાઈ મોહનભાઈ ઠક્કર 1364, બ્રિજલબેન વિપુલભાઈ દાવડા 1246 મતે વિજેતા.વોર્ડ નં. 5: અસ્મિતાબેન મહેશકુમાર બાંભણીયા 2812, અશ્વિનભાઈ રાજાભાઈ ડાભી 2761, જલ્પાબેન જયંતિલાલ બાંભણીયા 2415 મતે વિજેતા, ગિરીશભાઈ પરમાર બિનહરીફ.વોર્ડ નં. 6: બિંદુબેન ગીરીશભાઈ તન્ના 1789, મિતેશભાઈ હરકિશન શાહ 1702, વેપારી અગ્રણી હોતચંદ બ્રહ્માનંદ સોમજાની 1678 મતે વિજેતા.વોર્ડ નં. 7: કિરણબેન ધનસુખભાઈ બાંભણીયા 2243, કેયુરભાઈ દેવચંદભાઈ મૈયા 2091, પરેશભાઈ બાબુભાઈ બાંભણીયા 2159 અને લોકપ્રિય સિંગર રાજલબેન અલ્પેશભાઈ બારોટ 2313 મતે વિજેતા.વોર્ડ નં. 8: દર્શનાબેન મયંકભાઈ જોશી 1860, ભારતિબેન મથુર ભાઈ બાંભણીયા 1752, મનોજભાઈ છગનભાઈ બાંભણીયા 1866, હિરેનચંદ નવલભાઈ જોશી 1689 મતે વિજેતા.વોર્ડ નં. 9:* જશુમતિબેન ચિમનગીરી ગૌસ્વામી 2613, બાબુભાઈ કાનાભાઈ ડાભી 2605, ભુપતભાઈ રણસીભાઈ બાંભણીયા 2522, હર્ષાબેન ભોળુભાઈ રાઠોડ 2222 મતે વિજેતા. ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત 8 મુસ્લિમ ઉમેદવારોએ પણ જ્વલંત વિજય મેળવ્યો છે, જે ભાજપની સર્વસમાવેશક નીતિ દર્શાવે છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી મેળવી છે. નગરપાલિકા બાદ તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપે પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભગવો લહેરાયો છે.
ઉના તાલુકાની જિલ્લા પંચાયતની કુલ 7 બેઠકોમાંથી 5 બેઠક ભાજપે કબજે કરી છે. મોટાડેસર અને કોબ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ભાજપને ઝટકો આપ્યો છે. ઉના તાલુકા પંચાયતની કુલ 25 બેઠકોમાંથી ભાજપે 20 બેઠક મેળવીને સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસે 6 બેઠક પર વિજય મેળવ્યો છે.