Site icon Gujarat Mirror

સોમનાથમાં વડાપ્રધાનના માતાનાં અપમાનના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદન

બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી ના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના કાર્યકરોએ એસડીએમ ને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

સમગ્ર ગુજરાતમાં માં કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન ના નારા સાથે વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે. મહિલા મોરચાએ વડાપ્રધાનના માતા ના અપમાનને અક્ષમ્ય ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે આવા કૃત્યો સમાજમાં વિભાજન લાવે છે. આ કાર્યક્રમમાં મહિલા મોરચાના પ્રમુખ ડો. નિશાબેન ગોહેલ, મહામંત્રી નયનાબેન ચાંડપા સહીતના ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરીયા, બાંધકામ ચેરમેન દીક્ષિતાબેન અઢિયાએ પણ હાજરી આપી હતી. વેરાવળ સોમનાથ શહેર પ્રમુખ શૈલેષભાઇ મેસવાણિયા ની વિશેષ ઉપસ્થિતિ માં યુવા મોરચા અને અન્ય મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

 

Exit mobile version