Site icon Gujarat Mirror

મોરબી વોર્ડ નં.8માં ભાજપમાં ભડકો, સ્થાનિકોની ટિકિટની માંગ

સેન્સ પ્રક્રિયામાં આયાતી ઉમેદવારોનો સમાવેશ કરાતા વિરોધ

મોરબી મહાનગરપાલિકા ચુંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી છે જોકે હજુ ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે ટીકીટ માટેની માથાકૂટ શરુ થઇ ચુકી છે અગાઉ આયાતી ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો હતો તો હવે વોર્ડ 8 માં બે સ્થાનિક આગેવાનને ભાજપ ટીકીટ આપે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે અને ટીકીટ નહિ મળે તો અપક્ષ ઉભા રાખી જીતાદ્શું તેવો હુંકાર કર્યો હતો.

મોરબીના વોર્ડ નં 8 માં ભજીયા પાર્ટી યોજાઈ હતી જેમાં વોર્ડમાં આવતી 9 સોસાયટીની મહિલાઓ અને આગેવાનો એકત્ર થયા હતા અને મહાનગરપાલિકા ચુંટણી માટે ટીકીટની માંગણી કરવામાં આવી છે વોર્ડ 8 માં દિનેશભાઈ કૈલા અને લલીતભાઈ કામરીયાને ટીકીટ આપવા માંગ કરવામાં આવી હતી બંને આગેવાનોને બોલાવ્યા હતા અને ભજીયા પાર્ટીમાં સોસાયટીના રહીશોએ બંને ઉમેદવારોને ટીકીટ આપવા માંગ કરી હતી આ વોર્ડમાં ચિત્રકૂટ સોસાયટી, પંચવટી સોસાયટી, નકલંક સોસાયટી અને યદુનંદન 19-20 સહિતની 8 સોસય્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તાજેતરમાં ભાજપ દ્વારા મહાનગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી જે સેન્સ પ્રક્રિયામાં સ્થાનિક દાવેદાર દિનેશ કૈલા અને લલિત કામરીયા ઉપરાંત આયાતી ઉમેદવારોએ પણ ટીકીટ માંગી છે.

જેથી સ્થાનિકો મોટી સંખ્યામાં ચિત્રકૂટ સોસાયટીમાં ભેગા થઇ ભજીયા પાર્ટીનું આયોજન કરીને અને બંને સ્થાનિક દાવેદારોને સાથે રાખીને માંગ કરવામાં આવી હતી કે ભાજપ દ્વારા આ બંને સ્થાનિક દાવેદારોને ટીકીટ આપવામાં આવે નહીતર બંને દાવેદારોને કોઈપણ અન્ય પક્ષમાંથી ઉભા રાખી અન્યથા અપક્ષ ચુંટણી લડાવીને બહિમતી થી જીત અપાવીશું આમ ભાજપમાં ટીકીટને લઈને આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે અને હજુ ઉમેદવારોના નામો જાહેર થયા નથી નામો જાહેર થયા બાદ અન્ય પણ કેટલાક અસંતુષ્ટો સામે આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

Exit mobile version