હુમલાખોરના પૂર્વ પુત્રવધુએ મહામંત્રીના નાનાભાઇ સાથે લગ્ન કરી લેતા હુમલો કરાયાની શંકા
ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો થયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અમરેલીના દામનગરમાં એક બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ તેજા પર ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો થયો છે, ત્યારે આ ઘટનાની માહિતી વાયુવેગે ફેલાતા સમગ્ર પંથકમાં ભારે ચારેય બાજુ ચકચાર મચી છે.
બનાવની મળતી વિગતો અનુસાર, 8મી માર્ચને રવિવારે અમરેલીના દામનગર-થાસરા રોડ પર એક બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. જે કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય સાથે ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પણ હાજર રહ્યા હતા, દરમિયાન સવારે 10:30થી 11:00 વાગ્યાના અરસામાં દામનગર તાલુકાના ઠાસા ગામના કાર્યકર હીરાભાઈ નવપરાએ પ્રકાશ તેજા પર આ જીવલેણ હુમલો હતો.
બ્રિજ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન હીરાભાઈ નવપરાએ પાછળથી આવીને અચાનક ધારયું કાઢી ભાજપના મહામંત્રી પ્રકાશ તેજા પર હુમલો કર્યો હતો. જે હુમલામાં પ્રકાશ તેજાને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભાવનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારે બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, હુમલો કરનાર હીરા નવપરા ભાજપના કાર્યકર અને અમરેલી જિલ્લા બેંકના ડિરેક્ટર પણ છે. જ્યારે તેને ભાજપ મહામંત્રી હુમલો કરવા પાછળનું ચોંકાવનારૂૂ કારણ પણ હાલ સામે આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હુમલાખોર હીરા નવપરાના પુત્રના એક યુવતી સાથે લગ્ન થયા હતા, જોકે કોઈ કારણથી પુત્રના છૂટાછેટા થયા હતા. જે બાદ આ યુવતી એટલે કે હીરા નવપરાના પૂત્રની પૂર્વ પત્ની અત્યારે ભાજપ મહામંત્રી પ્રકાશ તેજાના નાનાભાઈ સાથે જીવનસાથી છે. જે વાતની અદાવત રાખીને આ હુમલો કરાયો હોઈ શકે છે. જોકે હાલ આ તમામ પાસોઓને આધારે ઇજાગ્રસ્ત પ્રકાશભાઈ તેજાનું નિવેદન નોંધી ઘટના અંગે દામનગર પોલીસે તપાસ શરૂૂ કરી છે.

