Site icon Gujarat Mirror

ભાજપ દ્વારા સાત સહ પ્રવકતાની કરાઇ નિમણૂક

ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચુંટણીઓ જાહેર થાય તે પૂર્વે ભાજપે સંગઠન રચનાઓ પુરી કરી લીધી છે. પ્રદેશ ચુંટણી સમિતિની રચના બાદ આજે સાત પ્રદેશ સહ પ્રવકતા અને બે પ્રદેશ મીડીયા ઇન્ચાર્જની નિમણુંકો કરી છે.

પ્રદેશ સહપ્રવકતા તરીકે વલસાડના સાંસદ ધવલ પટેલ ઉપરાંત અશ્વિન બેંકર, જયરાજસિંહ પરમાર, ઘનશ્યામભાઇ ગઢવી, મનજીભાઇ આહીર (કચ્છ), હેમાલીબેન બોઘાવાલા (સુરત) તથા શ્ર્વેતાબેન બ્રહ્મભટ્ટ (કર્ણાવતી)ની નિમણુંક કરી છે. જયારે પ્રદેશ મીડીયા સહ ઇન્ચાર્જ તરીકે કર્ણાવતીના ઝુબીન આશરા તથા ગાંધીનગરના કલ્પ પટેલને જવાબદારી સોંપાઇ છે.

જો કે સહ પ્રવકતા અને સહ મીડીયા ઇન્ચાર્જમાં પણ સૌરાષ્ટ્રમાંથી કોઇને તક આપવામાં આવી નથી જેના કારણે સરકાર અને સંગઠનમાંથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રની બાદબાકી ચાલુ જ રહ્યાની છાપ ઉપસી છે.

Exit mobile version