ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળના ટાઉન પ્લાનર, ક્લાસ-1ની ભરતી માટે જાહેર કરાયેલ અંતિમ પરિણામમાં બિનલ પીયુષ વાગડિયા એ પાંચમા મેરિટ રેન્ક સાથે સફળતા મેળવી છે.
GPSCના રેઝોલ્યુશનRCT-572-2025-છ-6 (PART-II) તારીખ 25 માર્ચ, 2026ના અંતિમ પરિણામ અનુસાર તેઓને સરકારને નિયુક્તિ માટે ભલામણ કરવામાં આવ્યાં છે.
આ ભરતી અભિયાનમાં અભ્યાસક્રમ નં. 06/2025-26 હેઠળ ઇન્ટરવ્યુ 17, 18, 20, 24 અને 25 માર્ચ, 2026ના રોજ યોજાયા હતા. જનરલ કેટેગરીમાં કટ-ઓફ 58.80 માર્ક્સ, જનરલ (મહિલા) 49.34, EWS 30.88, SEBC44.36 અને જઝ 21.04 માર્ક્સ નક્કી કરવામાં આવ્યા હતા. બિનલ વાગડિયાએ પ્રીલિમિનરી ટેસ્ટ અને ઇન્ટરવ્યુના વેઇટેજ માર્ક્સમાં ઉત્તમ પ્રદર્શન કરીને આ સ્થાન મેળવ્યું છે.
બિનલ વાગડિયા ધોરાજી તાલુકાના નાની પરબડી ગામના ડો. પિયુષના પત્ની અને ધોરાજીના કોયાની પરિવારના પુત્રી છે અને તેમના પરિવાર તથા સમાજમાં આ સિદ્ધિનો ઉત્સવનો માહોલ છવાયેલો છે. આરોપીએ ધમકી આપી, પાયલને ઘરે પહોંચાડી દેજો નહીં તો મારી નાખી લાશ ગીરમાં ફેંકી દેશું, રાજકોટ આજીડેમ પોલીસમાં આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ

