આરવર્લ્ડ સિનેમા પાસે બાઈકચાલકે રાહદારી મહિલાને ઉલાળતા અકસ્માત : બન્નેને ઈજા

  ઘંટેશ્ર્વરમાં યુવાનને મહિલા સહિત બે શખ્સે માર માર્યો શહેરમાં કસ્તુરબા રોડ ઉપર આવેલ આરવર્લ્ડ સિનેમા પાસે રોડ ક્રોસ કરતી મહિલાને બાઈક ચાલકે ઠોકરે ચડાવતા…

 

ઘંટેશ્ર્વરમાં યુવાનને મહિલા સહિત બે શખ્સે માર માર્યો

શહેરમાં કસ્તુરબા રોડ ઉપર આવેલ આરવર્લ્ડ સિનેમા પાસે રોડ ક્રોસ કરતી મહિલાને બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારી મહિલા અને બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલ દેવપરામાં રહેતા વિજય ખુશાલભાઈ પાટડિયા ઉ.વ.45 રાત્રીના 11:30 વાગ્યાના અસામાં પોતાનું બાઈક લઈને કસ્તુરબા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વર્ધમાન નગરમાં રહેતા પારુલબેન મનીષભાઈ નાડુ ઉ.વ.42 રસ્તો ઓળંગતા હતા જેને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાહદારી મહિલા અને બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

બીજા બનાવમાં ઘંટેશ્ર્વર પચ્ચીસવારિયામાં રહેતા વિજય દિપકભાઈ વાઘેલા નામના 19 વર્ષના યુવકને આશિષ અને નયનાબેન નામના બન્ને શખ્સોએ પાઈપ વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.