જામનગરમાં બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો

જામનગર શહેરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં એક બાઈકની ચોરી થઈ હતીઝ જે ચોરાઉ બાઈક સાથે નીકળેલા તસ્કરને સિક્કા પોલીસે ઝડપી લીધો છે, અને…

જામનગર શહેરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં એક બાઈકની ચોરી થઈ હતીઝ જે ચોરાઉ બાઈક સાથે નીકળેલા તસ્કરને સિક્કા પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યું છે. જામનગર નજીક માધાપર ભુંગા વિસ્તારમાં રહેતો નજીરહુશેન ઉર્ફે ડાડો ઉમરભાઈ સંઘાર નામનો શખ્સ ગઈકાલે નંબર પ્લેટ વગરના બાઈક સાથે સિક્કા જેટી પાસેથી પસાર થતાં સિક્કા પોલીસ સ્ટેશન ના સ્ટાફે તેને અટકાવીને બાઈકના કાગળો માંગ્યા હતા.

જેમાં તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. તેથી સિક્કા પોલીસ દ્વારા પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશન તેમજ સી ટ્રેક એપ્લિકેશન મા સર્ચ કરતા ઉપરોક્ત બાઈક ના નંબર જી.જે. -10 સી.આર. 7392 નંબર હોવાનું અને એક વર્ષ પહેલાં સાત રસ્તા વિસ્તારમાંથી ચોરી થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસે આરોપી નજીરહુસેન સંઘારની અટકાયત કરી લઈ ચોરાઉ બાઈક કબજે કર્યું છે, અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધું છે.