Metaને મોટો ઝટકો, આ ભૂલના કારણે Facebookની કંપનીને ફટકાર્યો 5,400 કરોડનો દંડ,

  અમેરિકાની ન્યૂ મેક્સિકો કોર્ટ તરફથી Meta સામે મોટો નિર્ણય આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ઉપયોગથી કિશોરોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અન્ય જોખમો વધ્યા…

 

અમેરિકાની ન્યૂ મેક્સિકો કોર્ટ તરફથી Meta સામે મોટો નિર્ણય આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ઉપયોગથી કિશોરોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અન્ય જોખમો વધ્યા હોવાના આરોપોને લઈને કોર્ટે Metaને ભારે દંડ ફટકાર્યો છે. આ નિર્ણય બાદ કંપનીને લગભગ 567 મિલિયન ડોલર, એટલે કે અંદાજે 5,400 કરોડ રૂપિયા રાજ્યના ખાસ ફંડમાં જમા કરાવવા પડશે.. કોર્ટે બાળકોને નુકસાન પહોંચાડવા માટે કંપનીને જવાબદાર ઠેરવી છે.

અમેરિકાના ન્યૂ મેક્સિકોની કોર્ટે Meta સામે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કંપની પર આરોપ હતો કે Facebook જેવા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપયોગથી કિશોરોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને અન્ય જોખમો વધ્યા છે.આ કેસમાં કોર્ટે Metaને 567 મિલિયન ડોલર, એટલે કે અંદાજે 5,400 કરોડ રૂપિયા રાજ્યના વિશેષ ફંડમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આ રકમનો ઉપયોગ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેના કાર્યક્રમોમાં કરવામાં આવશે.

ન્યૂ મેક્સિકોની ફર્સ્ટ જ્યુડિશિયલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસની લાંબી સુનાવણી બાદ જ્યુરીએ Metaના પ્લેટફોર્મ્સને લઈને ગંભીર ટિપ્પણીઓ કરી હતી. જ્યુરીએ માન્યું કે કંપનીના પ્રોડક્ટ્સ કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પહોંચાડે છે અને બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા જોખમોને લઈને પણ કંપની પૂરતી સાવચેતી રાખવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ કોર્ટે કંપનીને 567 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો.

આ દરમિયાન, મેટાએ જણાવ્યું હતું કે તે ચુકાદા સામે અપીલ કરશે અને તેના પ્લેટફોર્મ પરથી હાનિકારક સામગ્રીને ઓળખવા અને દૂર કરવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. મેટા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમને ઓનલાઈન કિશોરોની સલામતી અંગેના અમારા રેકોર્ડ પર સંપૂર્ણ વિશ્વાસ છે અને હકીકતોને ખોટી રીતે રજૂ કરતા દાવાઓ સામે પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખીશું.”

અમેરિકા ઉપરાંત ભારતમાં પણ Meta સરકારની નજર હેઠળ છે. તાજેતરમાં પ્રધાનમંત્રીના ડીપફેક વીડિયો, બાળકોના યૌન શોષણ સંબંધિત કન્ટેન્ટ અને AI દ્વારા બનાવવામાં આવતા ભ્રામક કન્ટેન્ટ જેવા મુદ્દાઓ પર કેન્દ્ર સરકારે Metaના અધિકારીઓ સાથે સતત બેઠક કરી હતી. સરકારએ આવા કન્ટેન્ટ સામે વધુ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.