મને આરામ કરવાની સલાહ અપાઇ છે, ‘બીગબી’ની પોસ્ટથી ચાહકો ચિંતિત

અમિતાભ બચ્ચન હંમેશા સમાચારમાં હોય છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. સાથે એક પોસ્ટ પણ શેર કરી છે. બુધવારે અમિતાભે પોસ્ટ…

અમિતાભ બચ્ચન હંમેશા સમાચારમાં હોય છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. સાથે એક પોસ્ટ પણ શેર કરી છે. બુધવારે અમિતાભે પોસ્ટ કરી હતી કે તેઓ સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કરી શકતા નથી. અમિતાભ બચ્ચને એક પોસ્ટમાં લખ્યું, ’હું માફી માંગુ છું.’ મને થોડા દિવસ તાજગી મેળવવા માટે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. તેથી હું કંઈ લખી શકતો નથી.’

અમિતાભની પોસ્ટ પછી તેના ચાહકો ચિંતિત છે અને પૂછી રહ્યા છે કે તેમને શું થયું છે ? ચાહકો અમિતાભ બચ્ચનને તેના સ્વાસ્થ્ય વિશે પૂછી રહ્યા છે અને શું તેઓ ઠીક છે કે નહીં ? આવી કમેન્ટ્સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનારાઓ અમિતાભના બંગલે પણ ગયા હતા.

અમિતાભ બચ્ચન છેલ્લે તમિલ ફિલ્મ વેટ્ટાઈયનમાં જોવા મળ્યા હતા. તેઓ ડોક્યુમેન્ટરી ધ રિયલ સુપરસ્ટારમાં પણ જોવા મળ્યા હતા. 2025માં, બિગ બીએ ફિલ્મ ’120 બહાદુર’ માટે અવાજ આપ્યો હતો. અમિતાભ બચ્ચન હવે ફિલ્મ કલ્કી 2898 એડી: ભાગ 2માં જોવા મળશે. આમાં, તેઓ અશ્વત્થામાની ભૂમિકા ભજવશે અને અમિતાભ બચ્ચને આ ફિલ્મના પહેલા ભાગમાં પણ કામ કર્યું હતું અને આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો.