રાષ્ટ્રીય

ઉદ્યોગો માટે મોટી જાહેરાત: ક્રેડિટ ગેરેંટી હેઠળ 100 કરોડ સુધીની લોન મેળવી શકાશે

Published

on

નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25ના કેન્દ્રીય બજેટમાં એમએસએમઈ પર ફોકસ વધાર્યું છે. જે હેઠળ ક્રેડિટ ગેરંટી સ્કીમમાં સુધારા કરવામાં આવ્યા છે. એમએસએમઈને મશીનરી અને ઈક્વિપમેન્ટની ખરીદી માટે હવે કોઈ ગેરંટી કે બાંહેધરી આપવાની જરૂૂર પડશે નહીં. આ કેટેગરીમાં કોલેટરલ કે ગેરંટી વિના જ લોન ફાળવવાની સુવિધા આપવામાં આવશે.


ક્રેડિટ ગેરંટી સ્કીમ અંતર્ગત અલગથી રચાયેલા સેલ્ફ ફાઈનાન્સિંગ ગેરંટી ફંડ હેઠળ પ્રત્યેક અરજદારને રૂૂ. 100 કરોડ સુધીની લોન ગેરંટી મળશે. મુદ્રા લોનની મર્યાદા રૂૂ. 10 લાખથી વધારી રૂૂ. 20 લાખ કરવામાં આવી છે. તરૂૂણ કેટેગરી અંતર્ગત હાંસલ કરેલી લોન તેમજ ઝડપથી રિપેમેન્ટ કરેલી લોન ધારકોને આ લાભ મળશે. 12 ઈન્ડસ્ટ્રીયલ પાર્કને મંજૂરી આપવામાં આવી છે. સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (સિડબી) એમએસએમઈને સરળતાથી નાણાકીય સહાયો પ્રદાન કરવા માટે ત્રણ વર્ષમાં નવી બ્રાન્ચ ખોલશે. જેમાં આ વર્ષના અંત સુધીમાં 24 બ્રાન્ચ શરૂૂ કરવાની યોજના છે.


ઈન્સોલ્વન્સી પ્રક્રિયાને વેગ આપવા પ્લેટફોર્મ લોન્ચ કરાશે
ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્ટ કોડ હેઠળ પ્રક્રિયામાં સુધારા સાથે ઝડપી બનાવવાના ઉદ્દેશ સાથે ઈન્ટિગ્રેટેડ ટેક પ્લેટફોર્મ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સહિત તમામ સ્ટેકહોલ્ડર્સ માટે વધુ સુસંગતતા, પારદર્શિતા અને વધુ સારી દેખરેખ હાંસલ કરવાનો છે. ઈંઇઈએ 1,000થી વધુ કંપનીઓના બેન્કરપ્ટ કેસ ઉકેલ્યા છે. જેના પરિણામે લેણદારોને ₹3.3 લાખ કરોડની સીધી વસૂલાત થઈ છે. વધુમાં, ₹10 લાખ કરોડથી વધુના 28,000 કેસો પર કાર્યવાહી શરૂૂ થાય તે પહેલાં નિકાલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version