Site icon Gujarat Mirror

બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કરોડોની નવી જોગવાઈઓ…

 

ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ નાણા મંત્રીએ જાહેર કર્યું છે.સરકારે ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે ₹11,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે, જેનો લાભ રાજ્યના ખેડૂતોને મળશે.

 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹૨૪૦૨૨ કરોડની જોગવાઇ

પાક કૃષિ વ્યવસ્થા

•ખેડૂતોને વીજ સહાય આપવા ₹૯૩૨૪ કરોડની જોગવાઇ.

•સૂક્ષ્મ સિંચાઇ માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.

•કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ.

•કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય માટે ₹૭૬૫ કરોડની જોગવાઇ.

•નાના ગોડાઉન બનાવવા “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” અંતર્ગત અંદાજિત ૧૫ હજાર ૪૩૬ ખેડૂતોને ₹૧ લાખ સહાય આપવા ₹૧૫૪ કરોડની જોગવાઇ.

•ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં ₹૪ લાખ સુધીનું વીમા રક્ષણ આપવા ₹૧૪૬ કરોડની જોગવાઇ.

•અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા ₹૭૭ કરોડની જોગવાઇ.

•ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવા મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન માટે ₹૧૪ કરોડની જોગવાઇ.

•ડાંગર, કઠોળ પાક, તેલીબિયાં પાક, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટેના છ (૬) સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઉભા કરવા ₹૧૨ કરોડની જોગવાઇ.

•જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોર અને લિક્વિડ ફર્મેન્ટેડ ઓર્ગેનિક મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા ₹૧૦ કરોડની જોગવાઇ.

•બાગાયત ખાતાની યોજનાઓ માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૭૯૮ કરોડની જોગવાઇ.

•ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમથી ખેડૂતોની આવક વધારવા ₹૩૦ કરોડની જોગવાઇ.

•રાઈઝોમેટીક(આદુ અને હળદર) પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ માટે
₹૧૨ કરોડની જોગવાઇ.

•રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધા ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ, વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે ₹૧૦૬૩ કરોડની જોગવાઇ.

•પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹૩૯૨ કરોડની જોગવાઇ.

•“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજના અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ.

•કામધેનુ યુનિવર્સિટીના પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે ₹૪૨૪ કરોડની જોગવાઇ.

•ગાભણ પશુ અને વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજનામાં કુલ ૧ લાખ ૫૩ હજાર લાભાર્થીઓ આવરી લેવા ₹૬૧ કરોડની જોગવાઇ.

•રાજ્યમાં ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે ₹૫૬ કરોડની જોગવાઇ.

•મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે ₹૫૨ કરોડની જોગવાઇ.

•દરેક જિલ્લાની “પશુ કલ્યાણ સમિતિ”ને સહાય માટે ₹૩૪ કરોડની જોગવાઇ.

•મોટા દુધાળાં પશુના ડેરી ફાર્મ માટે ₹૩૨ કરોડની જોગવાઇ.

•કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભૂજ અને હિંમતનગર ખાતેની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયનાં સુદ્રઢીકરણ માટે ₹૧૮ કરોડની જોગવાઇ.

•ખેડૂતો-પશુપાલકોને સુધારેલ જાતના બિયારણ મીનીકીટ પૂરી પાડવા અને ચાફકટરની ખરીદી પર સહાય આપવા ₹૧૬ કરોડની જોગવાઇ.

•સેક્સ્‍ડ સીમેન ડોઝના ઉત્પાદન માટે ₹૧૩ કરોડની જોગવાઇ.

•પશુઓમાં વંધ્યત્વ નિવારણ માટેના કેમ્પ આયોજિત કરવા ₹૧૩ કરોડની જોગવાઇ.

•મરઘા પાલન માટે આર.આઈ.આર. પક્ષી એકમ અને બ્રોઇલર પક્ષી ફાર્મ માટે સહાય આપવા ₹૧૨ કરોડની જોગવાઇ.

•પાડી-વાછરડી ઉછેર માટે સહાય પૂરી પાડવા ₹૧૨ કરોડની જોગવાઇ.

•બકરા એકમ સહાય માટે કુલ ₹૧૧ કરોડની જોગવાઇ.

•પશુઓમાં ગર્ભધારણનું નિદાન કરવા Rapid Test Kit માટે ₹૧૦ કરોડની જોગવાઇ.

•કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન મહુવા-ભાવનગર ખાતે મત્સ્ય વિજ્ઞાન માટે ₹૯ કરોડની જોગવાઇ.

•દુધાળાં પશુના વીમાનાં પ્રીમિયમ પર સહાય માટે ₹૬ કરોડની જોગવાઇ.

•કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા જોગવાઇ.

• સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકોને પ્રોત્સાહન આપવા જોગવાઇ.

•પશુપાલકોને પશુમાં IVFથી ગર્ભધારણ માટેની સહાય આપવા જોગવાઇ.

•ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઈન એક્વાકલ્ચર, મોનોસેક્સ તીલાપીયા હેચરીની સ્થાપના માટેનું આયોજન.

•રાજ્યના નોટિફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૩૬૧ કરોડની જોગવાઇ.

•માછીમારોને ડીઝલ ખરીદી પર વેટ રાહત સહાય માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.

• પ્રધાનમંત્રી મત્સ્યસંપદા તળે લાભાર્થીલક્ષી યોજના માટે ₹૧૨૮ કરોડની જોગવાઇ.

• ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગ માટે ₹૧૧૫ કરોડની જોગવાઇ.

•આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્ર માટે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓ માટે ₹૧૧૨ કરોડની જોગવાઇ.

• દરિયાઇ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે વિવિધ સાધન ખરીદી ઉપર સહાય તેમજ પાકિસ્તાન ખાતે જેલમાં બંધ માછીમારોને આર્થિક સહાય માટે ₹૧૦૭ કરોડની જોગવાઇ.

•આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે તથા ભાંભરા પાણીમાં ફીશ કેજ કલ્ચર કરતા મત્સ્ય ખેડૂતોને ઈનપુટ સહાય માટે ₹૫૧ કરોડની જોગવાઇ.

• દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ટ્રોલર/ડોલનેટર/ગીલનેટર બોટોને માછીમારી જાળ અને હુક એન્‍ડ લાઇન ઉપર સહાય પેટે ₹૪૦ કરોડની જોગવાઇ.

•ડીપ-સી ફીશીંગ વેસલ્સ ઉપર સહાય માટે ₹૧૫ કરોડની જોગવાઇ.

• આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે ફિશ પ્રોસેસીંગ પ્લાન્ટની સ્થાપના માટે ₹૧૦ કરોડની જોગવાઇ.

• મત્સ્યોદ્યોગ કાયદાના અમલીકરણ માટે મરીન એન્ફોર્સમેન્ટ વિંગ માટે જોગવાઇ.

• સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓને ₹૩ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા માટે ₹૧૫૩૯ કરોડની જોગવાઇ.

•ગોડાઉન નિર્માણ યોજના અંતર્ગત મંડળીઓ અને સંધોને સહાય માટે ₹૩૦ કરોડની જોગવાઇ.

•પેક્સ દ્વારા ગોડાઉન નિર્માણ માટે સહાય આપવા ₹૨૧ કરોડની જોગવાઇ.

•ખાંડ સહકારી મંડળીઓને લોન પર વ્યાજ સહાય આપવા ‘સાકર’ યોજના અંતર્ગત સામાન્ય અને આદિજાતિ વિસ્તારો માટે કુલ ₹૨૦ કરોડની જોગવાઇ.

Exit mobile version