ક્રાઇમ
પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા ભૂવાએ રાજકોટમાં 3 હત્યા કર્યાનો ધડાકો
એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રને દોરા-ધાગાની લાલચમાં લપેટી કાતિલ ઝેર આપી દીધું
ગુજરાતમાં કુલ 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યાનો ચોંકાવનારો ખુલાસો, માતા-કાકા-દાદીને પણ ન છોડ્યા
એક કહેવત કે બુરે કે અંજામ બુરા હી હોતા હે તમે લોકોને છેતરીને મારી શકો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે કર્મ ક્યારેય આપણો પીછો છોડતું નથી.ક્રાઇમની ઘટનાઓ અને વેબસીરીઝને પણ ટક્કર મારે તેવી ઘટના હાલ અમદાવાદમાં બની છે એક ભુવાને પોલીસે પકડ્યા બાદ તેમણે તેમના જ પરિવારના ત્રણ વ્યક્તિ સહીત 12-12 હત્યા કર્યાનો ધડાકો થયો છે અને આ ભુવાની પૂછપરછ કરતા તેમનું બેભાન હાલતમાં પોલીસ કસ્ટડીમાં જ મોત નીપજ્યું હતું.નવલસિંહ ચાવડાએ સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ 12 હત્યામાં તેની માતા, કાકા અને દાદીનો સમાવેશ થાય છે.
તાંત્રિકની મોત મામલે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. અહીં તેઓએ જણાવ્યું હતું કે, 42 વર્ષીય તાંત્રિક નવલસિંહની કસ્ટોડિયલ ડેથને લઈને તપાસ કરવામાં આવશે. આરોપી નવલસિંહની સવારે તબિયત બગડતાં 108 દ્વારા સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો અને અહીં તેનું મોત થયું છે. આરોપીએ અત્યાર સુધી 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીએ તેના પરિવારમાંથી જ દાદી, માતા અને કાકાની હત્યા કરી છે. આરોપી છેલ્લા 12 વર્ષથી આ રીતે હત્યા કરતો હતો અને તે સુરેન્દ્રનગરની લેબમાંથી સોડિયમ નાઇટ્રેટ ખરીદતો હતો.આ ઘટનામાં આરોપી ક્રાઇમ પેટ્રોલ જોવાનો શોખીન હતો અને તે જોઈ તેમના દિમાગમાં તેવા જ વિચાર આવતા હતા.
વધુમાં ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે,સરખેજ પોલીસ દ્વારા 3 ડિસેમ્બરના રોજ નવલસિંહ ચાવડાને એરેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર થતાં આરોપી 10 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર હતો.
રિમાન્ડ દરમિયાનની તપાસમાં જાણવા મળ્યું કે, નવલસિંહ ચાવડા તાંત્રિક હતો અને તેણે તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ 12 મર્ડર કર્યા હતા. દરેક હત્યામાં સોડિયમ નાઈટ્રાઈટનો ઉપયોગ કર્યો હતો. જ
ેમાં 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગર, 3 રાજકોટના પડધરી ખાતે, 1 અંજાર, 1 વાંકાનેર તથા 3 પોતાના પરિવારમાંથી મર્ડર કરેલાની કબૂલાત કરી હતી. આજરોજ તાંત્રિક નવલસિંહની પોલીસ કસ્ટડીમાં એકાએક તબિયત બગાડતા તે ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તેણે હોસ્પિટલમાં દમ તોડ્યો છે.
રાજકોટના પડઘરી નજીક આવેલા મોટા રામપરા ગામે સરકારી ખરાબાની જમીનમાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં રહેતા કાદરભાઈ મુકાસમ, તેની પત્ની ફરીદા મુકાસમ અને પુત્ર આસિફ મુકાસમએ આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું હતું. મૃતક કાદરભાઇ અલ્લીભાઇ મુકાસમ (ઉ.વ.62) પોતે રિક્ષાચાલક હતા,જ્યારે તેના પુત્ર આસિફની ઉંમર 35 વર્ષ છે તેમજ પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જે પણ પોલીસે કબજે કરી હતી. એમાં આ પગલું તેમણે આર્થિક ભીંસ અને બીમારીના કારણે ભરી લીધુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું.જોકે, આરોપી નવલસિંહ ચાવડાએ તેમને ઝેરી પદાર્થ પીવડાવીને હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી.આ ઉપરાંત નગ્મા કાદરભાઈ મુકાસમ નામની યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહના કટકા કરી વાંકાનેરમાં દાટી દીધા હોવાની પણ કબૂલાત કરી હતી.
જેસલ તોરલ સમાધિના પૂજારીને પણ ચામાં સોડિયમ ક્લોરાઇડ નાખી મોતને ઘાટ ઉતાર્યા હતા
જેસલ તોરલ સમાધીના પુજારી રાજ બાવાજી નામના શખસ કોવિડ સમયમાં પત્ની સાથે જોડાવવા માટે આવ્યા હતા. જેમાં પુજારીના પત્નીને છાતીમાં ડાઘ હોવાનું તાંત્રિક નવલસિંહ ચાવડાએ જણાવ્યું હતું.જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને રાજ બાવાજીએ નવલસિંહને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં બંને વચ્ચે સમાધાન કરી નવલસિંહ ચાવડા પુજારી રાજ બાવાજીના ઘેર ગયો હતો. જ્યાં ચામાં સોડિયમ ક્લોરાઇડ નાખી મોત નીપજાવ્યું હોવાનું જણાવ્યું હતું. જે મામલે હાલ તપાસ ચાલુ છે.
ભૂવાએ ‘ક્રાઇમ પાર્ટનર’ તરીકે સાળા ‘જીગર’ને સામેલ કર્યો, તેને 25 ટકા કમિશન પણ આપવાનો હતો!
બાદમાં તાંત્રિક નવલસિંહે વઢવાણથી અમદાવાદમાં રહેવા આવેલા તેના દુરના સાળા જીગરને પ્લાનમાં સામેલ કરવાનો કારસો બનાવ્યો હતો. જેમાં બે મહિના પહેલાં તાંત્રિક નવલસિંહે જીગરને કહ્યું કે,કાર ચલાવી રૂૂપિયાવાળા નહીં થવાય.મારી પાસે એક પ્લાન છે અને તેમાં તારે મારો સાથ આપવાનો છે. ત્યારબાદ તેણે જીગરને પ્લાન વિશે વધુ વાત કરીને અભિજિતસિંહને મારી નાખવાની વાત પણ કરી હતી.તેના પ્લાન મુજબ અભિજીતસિંહ જેવો ગાડીમાં પૈસા લઈને આવે એટલે ગાડીમાં પડેલો પાઉડર પાણીમાં ભેળવીને તેને પીવડાવવાનો હતો અને તેને હાર્ટ-એટેક આવશે,તેવી વાત કરી હતી.બાદમાં વેપારીના તે રૂૂપિયા લઈને ફરાર થઈ જશે અને જીગરને રૂૂપિયામાંથી 25 ટકા કમિશન આપવાનો હતો.જોકે, ઓલા-ઉબર ચલાવનાર જીગર આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિમાં સામેલ ન થવા ઈચ્છતો હોવાથી તેણે આ તમામ માહિતી પોલીસને આપીને વેપારી અભિજિતસિંહને બચાવી લીધો હતો.