ગુજરાત
જાથાના ચેરમેનના નિવાસ સામે ભૂદેવોએ કરી કથા
જ્યંત પંડ્યાના નિવાસે પોલીસ બંદોબસ્ત વચ્ચે પારડીમાં અધૂરી રહેલી કથા પૂર્ણ કરતા ભૂદેવો
જાથાના ચેરમેન જ્યંત પંડ્યા દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા જેવા ધાર્મિક આયોજનમાં આડો પગ કરી કથા બંધ કરાવવાના પ્રયાસને કર્મકાંડી સહીત બ્રહ્મસમાજનાં જૂદા-જૂદા સંગઠનોએ વખોડ કાઢ્યો છે.
બીજીબાજુ પારડીની વીજ કચેરીમાં સત્યનારાયણ ભગવાનની બંધ કરાવાયેલી કથાના અધુરા અધ્યાય જયંત પંડ્યાના નિવાસ સ્નાન સામે પૂરા કરવા ગઇકાલે ભૂદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદી સહિતનાં બ્રહ્મ આગેવાનોએ ઉચ્ચારેલી ચીમકી અને કથાના આયોજનને નિર્વિધ્ને પાર પાડ્યું હતું.
જાથાના ચેરમેન પાણી પહેલા પાળની જેમ પોતાના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છતો ર્ક્યો હતો. પણ રોષીત ભૂદેવોએ ભગવાન જયંત પંડયાને સદ્બુદ્ધિ આપે તેવી લાગણી-મંત્રોચ્ચાર વચ્ચે પાટડીમાં અધુરી રહેલી સત્યનારાયણ ભગવાનની કથા સંપન્ન કરી હતી તે તસ્વીરમાં દેખાય છે.