Site icon Gujarat Mirror

વોર્ડ નં.18ના સ્વાતી પાર્કમાં ડામર કામનું ખાતમુહૂર્ત કરતા ભાનુબેન બાબરિયા

રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.18માં માન. ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની જનભાગીદારી યોજના અંતર્ગતની ગ્રાંટમાંથી સ્વાતી પાર્ક મેઈન રોડ પર અંદાજે રૂૂ.1 કરોડના ખર્ચે રોડ વાઈડનીંગ (ડામર) કરવાના કામનું ખાતમુહૂર્ત મતી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, પ્રભારી ગેલાભાઈ રબારી, પ્રમુખ અનિલભાઈ દોંગા, મહામંત્રી મીતેશભાઇ બોરીચા, મુન્નાભાઈ જોગરાણા, અગ્રણી મનહરભાઈ બાબરીયા, વિસ્તારના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

Exit mobile version