ક્રાઇમ

સગીર બાળકોને વાહન આપતા ચેતજો: બે તરુણ વાહનચાલકના ‘વાલી’ સામે ગુનો

Published

on

લાયસન્સ વગર અને મનફાવે તેવી રીતે વાહન ચલાવનાર સાવધાન થઇ જજો. તમારા સગીર બાળકને પણ વાહન ચલાવવા આપતા પહેલા એક વાર વિચારજો. કારણ કે સગીર વયના હોય અને વાહન ચલાવતા હોય એવા સંજોગોમાં અકસ્માત સર્જાય છે તો વાહનના માલીક સામે કાર્યવાહી કરવામાં આવેે છે અને સાથે સાથે 20 હજાર સુધીનો દંડ પણ કરવામાં આવે છે. તેમજ આ અકસ્માત સર્જાયા બાદ સગીરને ભવિષ્યમાં લાયસન્સ ન મળે તેવા પોલીસ રીપોટર પણ કરવામાં આવે છે. ત્યારે રાજકોટ શહેરમાં રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે બન્ને સગીરના સ્કુટર સામસામે અથડાયા હતા અને આ ઘટનામાં એક સગીરના દાંત પડી ગયા હતા. તેમજ આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે સગીરના વાલીવારસ સામે ગુનો નોંધ્યો હતો.વધુ વિગતો એવી છે કે રૈયા રોડ પર નહેરૂનગરમાં રહેતા શકીલભાઇ અહેમદભાઇ આમદાણી (ઉ.વ.44)એ ફરીયાદમાં જણાવ્યું હતું કે શકીલભાઇ વેપાર કરે છે. ગત તા.3ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યે તેમનો 16 વર્ષનો પુત્ર શકીલભાઇની માલીકીનું એકટીવા લઇ નીકળ્યો હતો તે સમયે સામે છેડેથી એક તરૂણ એકટીવા લઇ પુર ઝડપે આવતા શકીલભાઇના પુત્ર સાથ અથડાયો હતો.


આ અકસ્માત સર્જાતા શકિલભાઇનો પુત્ર રસ્તા પર પટકાતા તેના દાંત પડી ગયા હતા અને હાથે અને પગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ શકીલભાઇએ પોલીસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એકટીવા ચાલક સગીરના વાલીવાસ સામે ફરીયાદ નોંધાવી હતી તેમજ આ ઘટનામાં સામે છેડે સગીર પાસે લાયસન્સ ન હોવા છતાં તેમને વાહન ચલાવવા આપનાર બન્ને સગીરના વાલીવારસ સામે ગુનો નોંધવામાં આવતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં પીએસઆઇ વારોતરીયા અને સ્ટાફે કાર્યવાહી કરી છે. તેમજ ભવિષ્યમાં આ બન્ને સગીરને લાયસન્સ ન મળે માટે રીપોર્ટ કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version