બેટ દ્વારકા પોલીસમાં સ્થાનિક પી.આઈ. કે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાલ તહેવારોને અનુલક્ષીને જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે અંતર્ગત આ વિસ્તારમાં હાલ દીપોત્સવીના વેકેશનને અનુલક્ષીને જુદા જુદા વિસ્તારોમાંથી આવતા યાત્રાળુઓ - પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ વચ્ચે તારીખ 26 ઓક્ટોબર થી 6 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા યાત્રાળુઓના વિખુટા પડેલા કુલ સાત બાળકો તેમજ પાંચ વયોવૃદ્ધ વડીલોને બેટ દ્વારકા પોલીસે શોધી આપીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
આ ઉપરાંત પોલીસ તેમજ સી-ટીમ દ્વારા જુદા જુદા યાત્રાળુઓના ગુમ થયેલા મોબાઈલ તેમજ પર્સને પણ પોલીસે શોધી અને તેના મૂળ માલિકને રૂપિયા હતા. તહેવારોની ભીડ વચ્ચે દિવ્યાંગ તેમજ સિનિયર સિટીઝન યાત્રાળુઓને પોલીસ સ્ટાફે પોતાના હાથે સાથે લઈ જઈને દ્વારકાધીશના દર્શન કરાવ્યા હતા.
પોલીસની આ સમગ્ર કામગીરી યાત્રાળુઓ માટે આવકારદાયક બની હતી. જે માટે બેટ દ્વારકાના પી.આઈ. કે.એસ. પટેલ તેમજ સી-ટીમના સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી.