ગુજરાત
BAPS મંદિરે કાર્યકર સુવર્ણ વર્ષ નિમિત્તે વિરાટ મહિલા સંમેલન યોજાયું
કહેવાય છે કે,‘નારી સમાજસ્ય કુશલવાસ્તુકારા’ અર્થાત્ નારી એ સમાજની કુશળ વાસ્તુકર્તા છે. ચારિત્ર્યવાન, સંયમી, ધૈર્યવાન અને સંસ્કારી સન્નારીઓસમાજના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. ઈ.સ.1972 થી પ્રમુખસ્વામી મહારાજ દ્વારા શરૂૂ થયેલ BAPSસંસ્થાના કાર્યકર માળખામાં જોડાયેલા અનેક મહિલા, યુવતી અને બાલિકા કાર્યકરો પણ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણકર્તા છે. જેઓ સત્સંગ, સેવા અને સમર્પણનાત્રિવેણી સંગમ સાથે સંસ્થા અને સમાજના વિકાસમાં અનેરું યોગદાન આપી રહ્યા છે.
BAPSસ્વામિનારાયણ સંસ્થાના મહિલા પ્રવૃત્તિના માળખામાં બાલિકા પાંખ દ્વારા બાલિકાઓના સર્વાંગી વિકાસનાકાર્યો જેવા કે, બાલિકા પારાયણ, સંસ્કાર – શિક્ષણ – સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો અને બાલિકા સભાનું આયોજન કરવામાં આવે છે. જ્યારે યુવતી પાંખ દ્વારા પ્રતિભા વિકાસ પર્વ, યુવતી તાલીમ કેન્દ્ર, સંસ્કૃત અભ્યાસ, યુવતી પારાયણ તથા યુવતી સભાનું અયોજન કરવામાં આવે છે. જયારે મહિલા વિભાગ દ્વારા ઘરસભા, મહીલા સભા, ઙછ વિભાગ, મહિલા પારાયણ, ગર્ભ સંસ્કાર જેવા કાર્યો તથા તેનું સંચાલન કરવામાં આવે છે.મહિલા ઉત્કર્ષના આ કાર્યમાં એક અનેરું સોપાન એટલે મહિલા દિન. જ્યાં મહિલાઓને પોતાના કલા કૌશલ્યની પ્રસ્તુતિ માટે મંચ પ્રાપ્ત થાય છે, જ્યાં તેમનો સત્કાર અને સન્માન કરવામાં આવે છે.નારીઓની પવિત્રતા, નિર્મળતા, સમર્પણભાવ અને સંસ્કારયુક્તપ્રતિભાથી કોઈપણ યુગ દીપી ઉઠે છે તેનું સાક્ષાત ઉદાહરણ BAPSસ્વામિનારાયણ સંસ્થાની મહિલા પ્રવૃત્તિ પૂરું પાડે છે. ઈ.સ. 1972 થી શરૂૂ થયેલ કાર્યકર માળખામાં BAPSસ્વામિ નારાયણ સંસ્થાનું અભિન્ન અંગ ગણાતી મહિલા પ્રવૃત્તિ એ એક એવું મંચ છે જ્યાં 28,915 જેટલા બાલિકા, યુવતી અને મહિલા કાર્યકરો અને સંપર્ક કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે.
રાજકોટ BAPSસ્વામિનારાયણ મંદિર દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉપક્રમેપ.પૂ.મહંતસ્વામીમહારાજની પ્રેરણાથી તારીખ 19 ઓક્ટોબર,શનિવારના રોજ બપોરે 3 થી 6 દરમ્યાન મહીલાદિનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યકર પ્રવૃત્તિને 50 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષે કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત રાજકોટ અને મોરબીના મહિલા પાંખ દ્વારા ધામધૂમથી મહિલા દિન ઉજવવામાં આવ્યો. જેનો મધ્યવર્તી વિચાર હતો, ‘બી.એ.પી.એસ. મહિલા કાર્યકરોની સેવા અને સમર્પણ ગાથા’. જેની તૈયારીઓમાં રાજકોટ તેમજ મોરબીક્ષેત્રના197 કરતા પણ અધિક મહિલા, યુવતી અને બાલિકાઓ છેલ્લા 30થી પણ વધુ દિવસોથી ખંતથી તૈયારીઓમાંજોડાયેલા હતા. બી.એ.પી.એસ. સંસ્થાએ સમાજની નારી શક્તિને યોગ્ય સન્માન અને સમાજમાં યોગ્ય સ્થાન આપ્યું છે. આ મહિલાદિનમાં આવી જ કંઈક સન્નારીઓના ઉત્કર્ષની ગાથાને રસપ્રદ સંવાદ, પ્રેરણાત્મક પ્રવચન, પરેડ અને શાનદાર નૃત્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.
નાની નાની બાલિકાઓથી લઈને વયોવૃદ્ધ મહિલાઓ પણ આ વિરાટ મહીલા સંમેલનના આયોજન અને કાર્યક્રમમાં સહભાગી થયા હતા.આ મહિલાદિનમાં હજારોની સંખ્યામાં મહિલાભાવિકો સાથે રાજકોટ શહેરના અનેક મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડિયા, રાજકોટ શહેર મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા, સરદારધામ ટ્રસ્ટી અને વી.વાય.ઓ. વિમેન્સવિંગ પ્રેસિડેન્ટ જ્યોતિબેન ટીલવા, મહાત્મા ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી, સમર્પિત હરિભક્ત રેખાબેન, પૂર્વ મેયર તથા ભાજપના પ્રદેશ કારોબારી રક્ષાબેન, બારદાન વાલા ગર્લ્સ પ્રિન્સિપાલ મીનાક્ષીબેન, કોટેચા ગર્લ્સ પ્રિન્સિપાલ સ્વાતિબેન, એ.પી. પટેલ ગૃહ માતા જયાબેન, પીએસઆઇ પૂર્વીબેન વગેરે મહિલા અગ્રણીઓએ હાજરી આપી હતી.
કાર્યક્રમના અંતે અગ્રણી કાર્યકરો દ્વારા શૌર્યગીત પ્રસ્તુત કરીને સેવા અને સમર્પણનો સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ભાવિકોનેઠાકોરજીનો પ્રસાદ આપવામાં આવેલો હતો.