Site icon Gujarat Mirror

બેંક કર્મચારીઓની હડતાળથી નાણાકીય વ્યવહારો ઠપ

ફાઇવ ડે વીક સહિતની માગણીઓ, ત્રણ દી’ની રજાઓ બાદ ચોથા દિવસે હડતાળથી ગ્રાહકો પરેશાન

દેશમાં શનિ-રવિ અને સોમવારની જાહેર રજાઓ બાદ આજે બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે બેંકોમાં નાણાકીય વ્યવહારો ઠપ થઇ ગયા હતા.

બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે આજે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે આજે એક દિવસ બેન્કનું કામકાજ ઠપ રહેતા તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

યુનાઇટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાયા છે.

યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર કરાયેલ બેન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા (ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બેન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બેન્ક ઍસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.

Exit mobile version