ગુજરાત
બેન્કની લડાઇ બદનક્ષી સુધી પહોંચી, જયેશ સંઘાણીને 500 કરોડની નોટિસ
નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન અને સંસ્કાર પેનલના પ્રણેતા કલ્પક મણિયાર ખુલ્લી લડાઇમાં ઉતર્યા
બેન્કના ડેલિગેટ જયેશ સંઘાણીએ કરેલા મનઘડત બફાટ સામે સંસ્કાર પેનલ ધર્મયુધ્ધ માટે મેદાને
રાજકોટ નાગરિક બેંકના 21 ડિરેકટરોની ચુંટણીમાં હવે પૂર્વ ચેરમેન કલ્પક મણીયાર આરપારની લડાઇમાં ઉતર્યા હોય તેમ બેંકના ડેલીગેટ જયેશ સંઘાણીને રૂા.500 કરોડની બદનક્ષીની નોટીસ ફટકારી છે.
સંસ્કાર પેનલની યાદીમાં જણાવ્યું છે કે, જયેશ રસીકલાલ સંઘાણી કે બેન્કના ડેલીગેટ છે તેઓએ કલ્પકભાઈની વિરૂૂધ્ધ પાયાવિહોણી, મનઘડત તેમજ બદઇરાદા પૂર્વકની પોસ્ટો સોશ્યલ મિડીયામાં વાયરલ કરતા મણિઆરે પોતાના એડવોકેટર બી.બી. ગોગીયા મારફત રૂૂા. પાંચસો કરોડની બદનક્ષિની નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બેન્કના એકવીસ ડિરેકટરોની આગામી તા.17 ના ચૂંટણી યોજાઇ રહેલ છે ત્યારે હરીફ જુથના હાથા બનીને ગુન્હાહિતકૃત્યકરેલ છે. તેઓએ સી.આઇ.ડી. ટીવી સિરીયલના પાત્રો સોશ્યલ મિડીયામાં મુકીને મણીયાર વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવેલ છે. કલ્પકભાઈ એની તાજેતરની વિડિયોમાં ક્યારેય પણ કોઈ પર વ્યક્તિગત આક્ષેપ નથી કર્યા. પરંતું હરીફ જૂથ મારફત ખોટા વ્યક્તિગત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જયેશ સંઘાણીએ વાયરલ કરેલા આક્ષેપો મુજબ 1. કલ્પકભાઈએ બેનામી લોન લીધી, 2. ક્રિષ્નાઇ હોસ્પિટલની લોન મંજૂર કરવા કલ્પકભાઈ એ લાંચ લીધી, કલ્પકભાઈએ બેનામી લોન લીધાની વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે. જે અંગેની સાચી માહિતી નીચે મુજબ છે: 1.
જે લોન ની વાત છે તેની રકમ છે 25 લાખ. 2. શું કલ્પકભાઈને 25 લાખની લોન બેનામી લેવી પડે? 8 3. જે બેનામી લોનની વાત કરવામાં આવે છે તે નામી વ્યક્તિ છે અને તેનું નામ છે વર્ધમાન કમ્પ્યુટર વાળા જીતુભાઈ મેસવાણીયા. 4. જિતુભાઈએ કલ્પકભાઈને લોન નથી આપી પરંતુ એક અઠવાડિયા પહેલાં માટે શ્રી કલ્પક ભાઈને જીતુભાઈને હાથ ઉછીના ચેકથી આપેલ નાણાં લોન લઈ પરત આપ્યા છે. 5. કલ્પકભાઈ તો લોન આપનાર છે લેનાર નથી અને તેથી બેનામી લોન લેવાનો પણ પ્રશ્ન નથી.
બીજું, કલ્પકભાઈ સામે બેંકની જે લોનમાં લાંચ લીધાની વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે જે અંગેની સાચી માહિતી નીચે મુજબ છે. વધુમાં જણાવાયું છે કે જે લોનની વાત થઈ રહી છે તે નલીનભાઈ વસા ચેરમેન હતા તેમજ જીવણલાલ પટેલ વાઈસ ચેરમેન હતા તેમના કાર્યકાળ દરમિયાન 2016 માં લોન આપવામાં આવી છે.
- સમગ્ર લોન પ્રોસેસમાં કે લોન કમિટી માં, કે લોન મંજૂરીમાં કલ્પકભાઈનો કોઈ જ સેલ નથી.
- આ જે લોન આપવામાં આવી તે વ્યક્તિબોગસ ડોક્ટર છે.
- બેંક સાથે થયેલ કોડ બાબતે બેને પોલીસ ફરિયાદ કરેલ છે. આજ સુધીમાં બેન્કે જેઓને આદા મયરફીહયિિં કલ છે તે પૈકીના આ લોન ખતેદાર છે એટલે કે રીઢા ગુનેગાર છે.
- જ્યારે આવા કોડ લોની હોય છે ત્યારે તે કોઈ પણ અનાપ શનાપ કારણ શોધી બેંકના ચેરમેન કે ડીરેક્ટરને કેસમાં પમેડવાની કોશીશ કરતાં હોય છે જેથી બેન્ક દબાણવશ થાય, પોલીમ કેસમાં તથા બેંકને ભરવાની રકમમાં ગેરકાયદો લઈ શકે.
નાગરીક બેંકની ચુંટણીમાં ફોર્મ ભરી કલ્પક મણીયાર કરોડોના લોન કૌભાંડના સમન્સમાં હાજર થશે!
રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અને બેન્કિંગ ક્ષેત્રના અગ્રણી કલ્પક મણિયારને રાજકોટ નાગરિક બેંકની મુંબઈ શાખામાં ડો.રાજપોપટને 8 કરોડથી વધુની અપાયેલી લોનમાં થયેલા કૌભાંડ મામલે સાક્ષી તરીકે હાજર રહેવા મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા(ઊઘઠ)એ સમન્સ પાઠવ્યું અને તા.8 નવેમ્બર એટલે કે આજે સવારે 10 વાગ્યે હાજર રહેવા પણ જણાવવામાં આવ્યું છે.
મુંબઈ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ડો. કેતન રાજપોપટની લોની ક્રિશ્નાય હોસ્પિટલને રૂૂ.8 કરોડથી વધુની લોન આપવામાં આવી હતી. જોકે આ લોન કેટલાક ગોટાળા કરીને અપાઈ હોવાનું બહાર આવ્યા બાદ મુંબઈના પોલીસ મથકમાં આ અંગે ગુનો પણ દાખલ થયો હતો. જોકે ચાર્જશીટમાં કેટલાક લોકોને ક્લીનચિટ આપી દેવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો ફરી બહાર આવ્યો છે અને કોર્ટના આદેશ મુજબ સમગ્ર તપાસ મુંબઈ પોલીસના ઊઘઠને સોંપવામાં આવતા રાજકોટ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણિયારને સાક્ષી દરજ્જે હાજર રહેવા ફરમાન છૂટ્યું છે.
મુંબઈના ડો.કેતન રાજપોપટને અપાયેલી લોન મામલે પોલીસે ફરી તપાસ શરૂૂ કરી છે અને આ બાબતે આપને પોલીસ મારફતે કોઇ સમન્સ મળ્યું છે? તે અંગે કલ્પક મણિયારે જણાવ્યું હતું કે, હા, મને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ મળ્યું છે અને તે 9 નવેમ્બરે હાજર રહેવાનું છે.