નર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂર

ગુજરાત સરકારમાં નર્સની નોકરી અપાવી દેવાની લાલચ આપી બેરોજગાર યુવાનો સાથે રૂૂા.49 લાખની છેતરપીડીના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી શૈલેષ કટારીયાની જામીન અરજી અદાલતે મંજૂર…

ગુજરાત સરકારમાં નર્સની નોકરી અપાવી દેવાની લાલચ આપી બેરોજગાર યુવાનો સાથે રૂૂા.49 લાખની છેતરપીડીના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી શૈલેષ કટારીયાની જામીન અરજી અદાલતે મંજૂર કરી છે. વધુ વિગત મુજબ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા શિતલપાર્ક ચોક ખાતે પ્લેક્ષસ હોસ્પીટલમા નર્સ તરીકે નોકરી કરતા દેવશીભાઈ જગમાલભાઈ વંશ અને ગોપાલભાઈ હિરાભાઈ વાજા સહિત મિત્રોને ગુજરાત સરકારમા સ્ટાફ નર્સની નોકરી અપાવી દેવાની લાલચ આપી રૂૂા.49 લાખની છેતરપીડી અંગેની સંદિપ લોખીલ,સાગર દાફળા ઉર્ફે હરેશભાઈ સાગર નથુભાઈ અને શૈલેષ ભીખાભાઈ કટારીયા સહિત શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી.

પ્રાથમિક તપાસમાં ગુજરાત સરકાર ધ્વારા સ્ટાફ નર્સ ની ભરતી બહાર પડવાની છે.જેમાં મારી ગાંધીનગર સરકારી કચેરીમાં ઓળખાણ છે.એક વ્યકિત દિઠ 6 લાખ રૂૂપિયા આપવાના રહેશે અને પોતાની પાસે પરીક્ષા પહેલા 200 માર્કેના પેપરમાંથી 140 માર્કેના જવાબ સાથેનું પેપર આવી જશે તે રીતે તમોને સરકારી નોકરી મળી જશે તેવું કહી ઠગાઈ કરી હતી.આ કેસમાં શૈલેષ ભીખાભાઈ કટારીયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા કોર્ટે સમક્ષ રજુ કરતા એડી. ચીફ. જયુ. મેજી. કોર્ટે બચાવ પક્ષના એડવોકેટ જયદેવસિંહ ચૌહાણની દલીલને ઘ્યાને લઈને આરોપી ને શરતોને આધીન જામીન પર મુકત કરતો હુકમ કર્યો છે.આરોપી શૈલેષભાઈ કટારીયા વતી એડવોકેટ સંજયભાઈ પંડયા , મનિષભાઈ પંડયા, જયદેવસિંહ બી. ચૌહાણ, વનરાજસિંહ કે. જાડેજા અને દક્ષાબા એમ. જાડેજા રોકાયેલ હતા