Site icon Gujarat Mirror

બગસરા યાર્ડે વેપારીના નુકસાન મામલે ખેડૂત મંડળીને ફટકાર્યો 3000નો દંડ

મંડળીના બેફામ દોડતા વાહને વેપારીની મગફળીને નુકસાન કરેલ

બગસરા માર્કેટિંગ યાર્ડ દ્વારા થોડા દિવસો પૂર્વે એક ખેડૂતને થયેલ નુકસાન બાબતે બગસરાની જ ખેડૂત વિવિધ કાર્યકારી સહકારી મંડળીને નુકસાનીના વળતર પેટે દંડ ફટકારવામાં આવેલ છે.

મળેલ માહિતી મુજબ બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી તુવેરદાળની ખરીદી કરતી હતી તેમજ જેમાં માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતી માનવ ટ્રેડર્સ એ વ્યવસ્થિત ગોઠવેલી તેમની મગફળીને મંડળી ના વાહન દ્વારા નુકસાન પહોંચાડવામાં આવતા આ પેઢી એ માર્કેટિંગ યાર્ડને ફરિયાદ કરી હતી વેપારીને થયેલ નુકસાનને પગલે બગસરા માર્કેટિંગ યાર્ડ દ્વારા આંકડા પગલાં લઈ મંડળીને ₹3,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.

તેમજ વેપારીને થયેલ નુકસાની ને તાત્કાલિક ચૂકવી દેવા પણ સૂચના આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ માર્કેટિંગ યાર્ડ અને આ મંડળી વચ્ચે વિવાદ સર્જાયો હતો ત્યારે મંડળીના બેફામ દોડતા વાહનોએ વેપારીને કરેલ નુકસાનીને કારણે મંડળીએ દંડ ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ મંડળી દંડ ભરે છે કે માર્કેટિંગ યાર્ડ સામે જંગે ચડે છે તે જોવાનું રહેશે.

Exit mobile version