આંતરરાષ્ટ્રીય
કેપ્ટન અમેરિકા અને રેડ હલ્ક વચ્ચે જબરજસ્ત લડાઇ, ડેન્જર ટ્રેલર રિલીઝ
માર્વેલ યુનિવર્સની 34મી ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025ના રિલીઝ થશે
સ્ટીવ રોજર્સ એટલે ક્રિસ ઇંવાસ પછી સેમ વિલ્સન (એન્થોની મેકી)એ કેપ્ટન અમેરિકાની કમાન સંભાળી છે. વેબ સિરીઝ ધ ફાલ્કન અને વિન્ટર સોલ્જર બાદ હવે તે કેપ્ટન અમેરિકા બ્રેવ ન્યૂ વર્લ્ડ ફિલ્મ લઈને આવી રહયા છે, જેનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
માર્વેલ યુનિવર્સ ફિલ્મો હંમેશા ભારતીય દર્શકોની પ્રથમ પસંદગી રહી છે. પછી તે આયર્ન મેન, કેપ્ટન અમેરિકા, સ્પાઈડર મેન કે હલ્કની ફ્રેન્ચાઈઝી કેમ ન હોય. સ્ટીવ રોજર્સ એટલે કે હોલીવુડના સુપરસ્ટાર ક્રિસ ઈવાન્સના કેપ્ટન અમેરિકાથી અલગ થયા બાદ હવે તેના મિત્ર અને માર્વેલ કેરેક્ટર સેમ વિલ્સન એટલે કે એન્થોની મેકીએ કમાન સંભાળી છે.
આગામી સમયમાં તે કેપ્ટન અમેરિકા – બ્રેવ ન્યૂ વર્લ્ડ ટ્રેલરમાં ધૂમ મચાવતા જોવા મળશે. મેકર્સ દ્વારા આ ફિલ્મનું લેટેસ્ટ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં રેડ હલ્ક કેપ્ટન અમેરિકા સાથે લડતો જોવા મળે છે. બ્રેવ ન્યૂ વર્લ્ડની નવીનતમ રિલીઝ માર્વેલ એન્ટરટેઇનમેન્ટની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મની કહાનીમાં ઘણું સસ્પેન્સ અને એક્શન છે અને અંતે રેડ હલ્કની એન્ટ્રીએ આ ફિલ્મને લઈને ચાહકોની એક્સાઇટમેંટ વધારી દીધી છે.
એન્થોની મેક, હેરિસન ફોર્ડ અને રોઝા સલાઝાર જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ સિવાય ઠઠઊ રેસલર સેઠ રોલિન્સ પણ કેપ્ટન અમેરિકા – બ્રેવ ન્યૂ વર્લ્ડમાં જોવા મળશે. મોટા પડદા પર રેડ હલ્ક અને કેપ્ટન અમેરિકા વચ્ચેની ટક્કરમાં એક અલગ જ રોમાંચ જોવા મળશે.
નિર્દેશક જુલિયસ ઓનાહના નિર્દેશનમાં બની રહેલી કેપ્ટન અમેરિકા – બ્રેવ ન્યૂ વર્લ્ડને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. આ ફિલ્મ માર્વેલ યુનિવર્સની 34મી ફિલ્મ છે. આ સિવાય સ્ટીવ રોજર્સ (ક્રિસ ઇવાન્સ) અભિનીત કેપ્ટન અમેરિકા ટ્રાયોલોજી એવેન્જર્સ એન્ડગેમ દ્વારા અંત થઇ ગયો છે અને ત્યારથી એન્થોની મેકે તેને ટેક ઓવર કર્યુ છે, જેની શરૂૂઆત 2021 માં વેબ સિરીઝ ફાલ્કન અને વિન્ટર સોલ્જરથી થઈ છે.
બ્રેવ ન્યુ વર્લ્ડનું લેટેસ્ટ ટ્રેલર જોયા પછી આ ફિલ્મની રિલીઝ ડેટ પર નજર કરીએ તો આ ફિલ્મ આવતા વર્ષે 14 ફેબ્રુઆરી 2025ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ક્રિસ ઇવાન્સ સિવાય એન્થોની મેકીને પણ દર્શકોએ કેપ્ટન અમેરિકાના અવતારમાં ઘણા પસંદ કરી રહ્યા છે, જેની કમાલ આગામી ફિલ્મમાં જોવા મળશે.