ગુજરાત
પ્રેમલગ્ન કરનાર પરિણીતાને માતા-પિતા નહીં બોલાવતા ર્ક્યો આપઘાતનો પ્રયાસ
નવાગામની ઘટના: ઝેરી ટીકડા ખાઇ લેનાર મહિલાને સારવારમાં ખસેડાઇ
શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતી પ્રેમ લગ્ન કરનાર પરિણીતાને માતા-પિતા બોલાવતા નહીં હોવાથી તેણીને માઠું લાગી આવતા ઝેરી ટીકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં રહેતી કાજલબેન કિશનભાઈ પીપળીયા નામની 28 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં કાજલ પીપળીયા મૂળ અમદાવાદની વાતની છે અને પાડોશમાં રહેતા કિશન પીપળીયા સાથે આંખ મળી જતા બન્નેએ પ્રેમ લગ્ન કરી લીધા હતા. કાજલબેને પ્રેમ લગ્ન કર્યા બાદ માતા પિતા બોલાવતા નહીં હોવાથી કાજલબેન પીપળીયાને માઠું લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.