ચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યા

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા…

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થતી સામગ્રીએ વાતાવરણને ગરમાવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટરનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે આમ આદમી પાર્ટીના નામે છપાયેલું હોવાનું જણાય છે. આ પોસ્ટરને લઈને શહેરમાં નવી ચર્ચાઓ અને વિવાદોએ જન્મ લીધો છે.

શહેરના અનેક વિસ્તારોમાં રાતોરાત લાગેલા ’ભેદી પોસ્ટરો’ ને કારણે વહીવટી તંત્ર અને પોલીસ દોડતી થઈ ગઈ છે. ચૂંટણી પૂર્વે શાંતિ ડહોળવા માટે કોઈ અજ્ઞાત તત્વો દ્વારા પલીતો ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.વોર્ડ નંબર 15 તેમજ 16 અને વોર્ડ નંબર 2 ના જંગલેશ્વર, નહેરુનગર, સામાકાંઠા વિસ્તારમાં દુધની ડેરી દેરી વિસ્તારમાં પોસ્ટરો લગાડમાં કોની મેલી મુરાદ છે તે જાણવા પોલીસની અલગ અલગ ટીમો તપાસ માટે કામે લાગી છે.

આ પોસ્ટરમાં હિન્દી અને ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોસ્ટરના ઉપરના ભાગમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે કે, “આમ આદમી પાર્ટી કો જીતાઓ, મુસલમાનો કો અપના હક દિલાઓ.” નીચેના ભાગમાં પાર્ટીનું ચૂંટણી ચિન્હ ’ઝાડુ’ અને ગુજરાતીમાં ’આમ આદમી પાર્ટી’ લખેલું જોવા મળે છે. પોસ્ટરની ડિઝાઇનમાં મસ્જિદ અથવા ઇસ્લામિક સ્થાપત્યની આકૃતિઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું દેખાય છે. ચૂંટણીના છેલ્લા 24 કલાકમાં જ્યારે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હોય છે, ત્યારે આ પ્રકારના પોસ્ટર સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.

શહેરના ચોક્કસ સંવેદનશીલ વિસ્તારોમાં આ પોસ્ટરો મોટા પ્રમાણમાં જોવા મળ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 15 અને 16અને વોર્ડ નંબર 2 વિસ્તારોમાં મધ્યરાત્રિ બાદ પોસ્ટરો લગાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જંગલેશ્વર, નહેરુનગર અને સામાકાંઠા વિસ્તાર દૂધની ડેરી વિસ્તારમાં દીવાલો પર વિવાદાસ્પદ લખાણ ધરાવતા બેનરો જોવા મળ્યા છે. ચૂંટણીના આખરી તબક્કે આ પ્રકારની ઘટના પાછળ કોની ’મેલી મુરાદ’ છે તે તપાસનો વિષય બન્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કોઈ ચોક્કસ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે જેથી મતદારોમાં ભ્રમ પેદા કરી શકાય અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકાય. ઘટનાની ગંભીરતાને જોતા, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. વિસ્તારોમાં પોસ્ટરો લાગ્યા છે ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.