શહેરના નવયુગપરાના યુવાન ઉ5ર એસ્ટ્રોન ચોકના નાલા નજીક જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જાણવા મળતી વિગત મુજબ જીલ્લા ગાર્ડન ચોક પાસે નવયુગપરા શેરી નં પ માં રહેતો વિનોદ જગદીશભાઇ ચાંડપા (ઉ.વ. 31) નામનો યુવાન ગઇકાલે રાત્રે સ્કુટર લઇ માસીના ઘરે જતો હતો ત્યારે એસ્ટ્રોન ચોકના નાલા નજીક પહોંચતા નીખીલ ઓડ, કૃણાલ ઓડ અને લુલ્લાએ આંતરી કોઇ હથીયાર વડે હુમલો કરી માર મારતા તેને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.પ્રાથમિક તપાસમાં વિનોદ કારખાનામાં કામ કરે છે. ચાર મહિના પહેલા આરોપીઓએ દારૂ પીને આવતા ઝઘડો થયો હતો જેનો ખાર રાખી હુમલો કર્યાનુ જાણવા મળ્યુ છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એ ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

