ક્રાઇમ
ફોર વ્હિલ સીઝ કરવા બાબતે યુવાન પર હુમલો
જામનગરમાં ફોર વ્હીલ સીઝ કરવા બાબતે ઝઘડો કરી એક શખ્સે યુવાનને અપશબ્દો કહી લાકડાંના ધોકા વડે હુમલો કરવા સબબ ફરિયાદ નોંધાવાતા સ્થાનિક પોલીસે સ્થળ પર દોડી જઈ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મધુરમ્ સોસાયટી ખાતે રાજદીપસિંહ જશુભા જાડેજા નામના યુવાન ઉપર પંકજ પાંડવ નામના શખ્સે લાકડાંના ધોકા વડે હુમલો કરી મુંઢ ઈજા પહોંચાડતા જશુભા ખેંગારજી જાડેજાએ પંકજ પાંડવ નામના શખ્સ સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓના ઘરની પાસે પંકજ પાંડવએ આવી અને મોટા દીકરા મહેન્દ્રસિંહ સાથે ફોર વ્હીલ સીઝ કરવાની બાબતે બોલાચાલી થઈ, એ દરમિયાન ગાળાગાળી અને ઝઘડો કર્યાનું ફરિયાદમાં જાહેર થયું છે.