ભાવનગરના અમરગઢ ગામે નાઇટ પેટ્રોલિંગના પોલીસ સ્ટાફ ઉપર હુમલો

ભાવનગર જિલ્લાના અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. શંકાસ્પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા…

ભાવનગર જિલ્લાના અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. શંકાસ્પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાના કુંટુંબીને લાકડી સાથે બોલાવી પોલીસ અને GRD જવાન પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ રવજીભાઈ કાઠીયા તેમના સ્ટાફના ભૈયપાલસિંહ, GRD આસિફભાઈ અને હોમગાર્ડ જવાન સાથે સરકારી બોલેરોમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા.

ત્યારે મોડી રાત્રે અમરગઢ ગામે જઇઈં બેન્ક પાસે એક ઈસમ હીરો સ્પ્લેન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં ઊભો હતો. પોલીસે તેની ઓળખ પૂછતા તેણે પોતાનું નામ અમિતભાઈ ભોળાભાઈ રબારી રહે. અમરગઢ જણાવી તમને મને પૂછવાનો કોઈ અધિકાર નથી કહી પોલીસ સાથે જીભજોડી કરી હતી. અમિતે ઉશ્કેરાઈ જઈ શક્તિસિંહને પકડી લીધા હતા અને મારી નાખવાની ધમકી આપી પોતાના કુટુંબી નિલેશભાઈ રબારીને લાકડી લઈને બોલાવ્યો હતો.

નિલેશ રબારીએ આવીને શક્તિસિંહને માથાના ભાગે લાકડી મારવાનો પ્રયાસ કરતા તેઓ નમી ગયા હતા, પરંતુ વાંસાના ભાગે ઈજા પહોંચી હતી. વચ્ચે પડવા ગયેલા GRD જવાન અજયભાઈ પરમારને પણ મોઢાના ભાગે લાકડી વાગતા બે ટાંકા આવ્યા હતા. સરકારી ગાડીના ચાલક ભૈયપાલસિંહે વચ્ચે પડી અમિતને ઝડપી લીધો હતો, જ્યારે નિલેશ ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે કંટ્રોલ રૂૂમમાં જાણ કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સોનગઢ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.