સુરેન્દ્રનગરમાં જૂની અદાવતમાં ધો.12ના છાત્ર ઉપર હુમલો

સુરેન્દ્રનગરમાં રહેતાં અને ધો.12માં અભ્યાસ કરતાં યુવકને બે માસ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર…

સુરેન્દ્રનગરમાં રહેતાં અને ધો.12માં અભ્યાસ કરતાં યુવકને બે માસ પૂર્વે થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સુરેન્દ્રનગરમાં આવેલા 80 ફુટ રોડ પર રહેતાં જય નરોતમભાઈ દલસાણીયા નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે ગોવિંદ ઉર્ફે લાલો સહિતના બે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત જય દલસાણીયા ધો.12માં અભ્યાસ કરે છે અને બે માસ પૂર્વે થયેલી બોલાચાલીનો ખાર રાખી હુમલાખોર શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.