ક્રાઇમ
પોરબંદરમાં એટીએસના દરોડા, જાસૂસની ધરપકડ
પોરબંદરમાં અમદાવાદ એટીએસે દરોડો પાડી ગુપ્ત ઓપરેશન હાથ ધરી પોરબંદરના એક જાસુસની ધરપકડ કરી છે. પોરબંદરમાં રહેતો આ શખ્સ કોસ્ટગાર્ડ તેમજ દરિયાઈ વિસ્તારની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપતો હતો. છેલ્લા ઘણા વખતથી આ અંગે એટીએસને મળેલા ઈન્પુટના આધારે એટીએસના વડા દિપેન ભદ્રનની સૂચનાથી એટીએસની ટીમે પોરબંદરમાં દરોડો પાડી મોડી રાત્રે આ સ્થાનિક શખ્સને ઉઠાવી લીધો હતો. અને જેની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લો દરિયા કિનારે આવેલો જિલ્લો છે અને દરિયા કિનારે કેન્દ્રની અને રાજયની સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખીને દેશની સુરક્ષા કરતી હોય છે અને પોતાની ફરજ બજાવતી હોય છે,ત્યારે આ વ્યકિત દ્રારા તમામ એજન્સીઓને લઈ ગુપ્ત માહિતી લીક થતી હોય તેવી વાત સામે આવી હતી ત્યારે કોસ્ટગાર્ડ તેમજ દરિયાઈ સુરક્ષાને લઈ જે એજન્સીઓ છે તે શું કામ કરી રહી છે તેની માહિતી આગળ પહોંચાડવાની વાત લીકેજ કરવામાં આવતી હતી જેને લઈ ધરપકડ કરવામાં આવી છે,પોરબંદરનો જ સ્થાનિક વ્યકિત છે કે જે આ તમામ માહિતી પહોંચાડતો હતો. ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે.
પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એટીએસ દ્વારા પોરબંદરના શખ્સની જાસુસી પ્રકરણમાં ધરપકડ કરતા સનસનાટી મચી ગઈ છે. આ શખ્સને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી ગુપ્ત માહીતી પાકિસ્તાનના શખ્સ દ્વારા મંગાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.