જગતમંદિરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી

દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલે બુધવારે પુષ્ય નક્ષત્ર અનુસાર મંદિર પરિસરમાં સાંજે 5 થી 7 વાગ્યા સુધી ભગવાનના બાળ સ્વરૂૂપની યોજવામાં આવેલી રથયાત્રા મહોત્સવમાં પૂજારી પરિવાર સાથે…

દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલે બુધવારે પુષ્ય નક્ષત્ર અનુસાર મંદિર પરિસરમાં સાંજે 5 થી 7 વાગ્યા સુધી ભગવાનના બાળ સ્વરૂૂપની યોજવામાં આવેલી રથયાત્રા મહોત્સવમાં પૂજારી પરિવાર સાથે હજારો ભાવિકો જોડાયા હતા. શ્રીજીના બાળ સ્વરૂૂપને ચાંદીના રથમાં બિરાજમાન કરી દ્વારકાધીશ મંદિર પૂજારી પરિવાર દ્વારા ભાવિકો સન્મુખ દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવી હતી.

ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂૂપે સફેદ ચાંદીના અશ્વો અને ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવી હતી. શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂૂપની મુખ્ય મંદિરની ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલાં માતા દેવકીજીના મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અથડાવવામાં આવ્યો હતો.એક લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો લોકોના ઘર ધન-ધાન્યથી ભરાય છે, તેવી આ લોકવાયકા છે.